વૈશ્વિક બજારોના પગલે સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, રિલાયન્સમાં 5.5%, HDFC બેંકમાં 4%ની તેજી - News

Breaking

Artikel Terbaru

Tuesday, August 4, 2020

વૈશ્વિક બજારોના પગલે સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, રિલાયન્સમાં 5.5%, HDFC બેંકમાં 4%ની તેજી

સોમવારે ઘટાડા સાથે બંધ થયેલા ભારતીય શેર બજારોમાં આજે વૈશ્વિક માર્કેટમાં આવેલી તેજીની અસર જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) સેન્સેક્સ 150 પોઈન્ટના વધારા સાથે શરુ થયો હતો અને આ લખાય છે ત્યારે બપોરે 1 વાગ્યે 600 પોઈન્ટ વધી 37,507.02 પોઈન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. તેવી જ રીતે નિફ્ટી (NSE) 135.60 પોઈન્ટ વધીને 11,027.20 પોઈન્ટ પર ટ્રેડ કરી રહી છે.

રિલાયન્સ, HDFC બેંક, મારુતિના શેર્સમાં તેજી
આ લખી રહ્યું છે ત્યારે BSE પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 95 અથવા 5% વધીને રૂ. 2106 પર વેચાણ થઇ રહ્યો છે. તેવી જ રીતે HDFC બેન્કનો શેર રૂ. 41 વધીને રૂ. 1042.45 પર ટ્રેડ થઇ રહ્યો છે. મારુતિનો શેર 3% વધીને રૂ. 6,328 આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે.

અમેરિકન બજારો સુધારો થયો હતો
સોમવારે અમેરિકન બજારોમાં પણ સુધારાનો માહોલ રહ્યો હતો. ડાઉ જોન્સ 0.89% વધીને 26,664.40 ઉપર બંધ આવ્યો હતો. તેવી જ રીતે નાસ્ડેક 157.52 પોઈન્ટ વધીને 10,902.80ના મથાળે બંધ રહ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Indian markets improve following global markets, Reliance up 5.5%, HDFC Bank up 4%


via news-rs24

No comments:

Post a Comment