ભારતમાં છેલ્લા 24 કલાકમાં અમેરિકા-બ્રાઝિલ કરતાં પણ વધુ કેસ નોંધાયા, કુલ કેસ 18.55 લાખ થયા - News

Breaking

Artikel Terbaru

Tuesday, August 4, 2020

ભારતમાં છેલ્લા 24 કલાકમાં અમેરિકા-બ્રાઝિલ કરતાં પણ વધુ કેસ નોંધાયા, કુલ કેસ 18.55 લાખ થયા

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આંકડો 18 લાખ 55 હજાર 331 થઇ ગયો છે. સોમવારે એક જ દિવસમાં 50 હજાર 488 નવા કેસ સામે આવ્યા હતા. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8968 અને આંધ્રપ્રદેશમાં 7822 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા બે દિવસથી અમેરિકા અને બ્રાઝીલ કરતા વધારે કેસ ભારતમાં સામે આવી રહ્યા છે.

દેશ કેસ (2 ઓગસ્ટ) કેસ (3 ઓગસ્ટ)
ભારત 52672 50488
અમેરિકા 49562 48622
બ્રાઝીલ 24801 17988

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સંક્રમિત
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયા કોરોના પોઝિટિવ છે. તેમણે ટ્વિટ કર્યું- મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરોની સલાહ બાદ અત્યારે હું હોસ્પિટલમાં દાખલ થયો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યો હોય તેઓ તપાસ કરાવે અને પોતાને આઇસોલેટ કરી દે.

5 રાજ્યોની પરિસ્થિતિ
મધ્યપ્રદેશ:
અહીં એપ્રિલથી જૂન સુધી કોરોનાની ગતિ ધીમી હતી, પરંતુ જુલાઇ શરૂ થતા જ ગતિ વધી છે. 1 જૂનથી અનલોક-1 લાગૂ હતું જ્યારે એક જુલાઇથી અનલોક-2. પરંતુ જુલાઇમાં જૂનની સરખામણીએ લગભગ 14 હજાર કેસ વધુ રહ્યા. દેશમાં એપ્રિલમાં સંક્રમણનો દર 10.09 ટકા હતો જે 31 જુલાઇએ 4.1 ટકા પર આવી ગયો હતો. પરંતુ મધ્યપ્રદેશમાં તે રેટ 4.4 ટકાથી વધીને 8.8 ટકા સુધી પહોંચી ગયો હતો.

રાજધાનીમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલું લોકડાઉન મંગળવારે સવારે પૂર્ણ થઇ ગયું હતું. જિલ્લા વહીવટીતંત્રએ નક્કી કર્યું છે કે આ અનલોકમાં પણ કડકાઇ યથાવત રહેશે. દરેક દુકાન રાત્રે 8 વાગ્યે બંધ કરી દેવામા આવશે અને સવારે 5 વાગ્યા સુધી શહેરમાં કર્ફ્યૂ રહેશે.

રાજ્યના નાના જિલ્લાઓમાં કેસ વધી રહ્યા છે. અત્યારે બડવાનીમાં પણ 372 એક્ટિવ કેસ છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે તેનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર બોર્ડર છે. ભોપાલ, ઇન્દોર અને ગ્વાલિયર જેવા જિલ્લાઓમાં વ્યવસાયિક ગતિવિધિઓ વધારે હોવાના લીધે અવરજવર વધારે રહે છે. ટ્રેનની સીધી કનેક્ટિવિટી છે. તેના લીધે આ શહેરોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.

રાજસ્થાન: રાજ્યમાં લગાતાર દસમા દિવસે એક હજારથી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીના મોત થયા હતા. તેમાંથી જયપુરમાં 6, અજમેરમાં 3, રાજસમંદમાં 2, નાગૌર-ભરતપુરમાં 1-1 મોત થયા હતા. CM અશોક ગેહલોતે કહ્યું કે અલવર, બાડમેર, બીકાનેર સહિત જે જિલ્લાઓમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યાં લોકડાઉન અને રાત્રે કર્ફ્યૂ લગાવવામા આવે. સીમિત વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરી શકાય છે.

બિહાર: રાજ્યમાં સોમવારે રેકોર્ડ 36524 કોરોના સેમ્પલની ચકાસણી થઇ હતી. અત્યારસુધીનો આ સૌથી મોટો આંકડો છે. તેમાં 2297 નવા કોરોના કેસની ઓળખ કરવામા આવી હતી. પટના મેડિકલ કોલેજ હોસ્પિટલ સ્થિત કોરોના વોર્ડમાં દર ત્રીજા કલાકે ડોક્ટર અને દોઢ કલાકમાં નર્સિંગ સ્ટાફ વિઝિટ કરશે. સોમવારે તે અંગેના આદેશ જાહેર કરવામા આવ્યા છે.

મહારાષ્ટ્ર: લોકડાઉનના નિયમોમાં રાહત આપતા મુંબઇ મ્યૂનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે 5 ઓગસ્ટે દરેક દુકાનો ખુલી શકશે. હવે તેમના પર ઓડ ઇવન લાગૂ નહીં રહે. કોરોના સંક્રમણના 90 હજારથી વધુ કેસ છે ત્યારે રાજ્ય સરકારે પૂણે મહાનગરપાલિકા સાથે મળીને ત્રણ જંબો ફેસિલિટી બનાવવનો નિર્ણય કર્યો છે. તેના માટે પૂણે મહાનગરપાલિકાને 300 કરોડ રૂપિયા ખર્ચો કરવાનો છે. આ મામલે ભાજપ શાસિત પૂણે મહાનગરપાલિકાનું કહેવું છે કે તેમની પાસે પૈસા નથી.

ઉત્તરપ્રદેશ: રાજ્યમાં સોમવારે 4441 દર્દી વધ્યા હતા. આ દરમિયાન 48 લોકોના મોત થયા હતા. સૌથી વધુ કાનપુર નગરમાં 7 લોકોના મોત થયા હતા. અત્યારસુધી રાજ્યમાં 55393 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે. 40191 એક્ટિવ કેસનો ઇલાજ ચાલી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In the last 24 hours, 50,488 patients were registered in India, more than the number reported yesterday in the US and Brazil; 18.55 lakh cases in the country so far


via news-rs24

No comments:

Post a Comment