2019ની પરીક્ષામાં 829 ઉમેદવારોની પસંદગી, પ્રદીપસિંહ ટોપ રહ્યા, IAS અને IPS સહીત 4 સર્વિસમાં એપોઇન્ટમેન્ટ થશે - News

Breaking

Artikel Terbaru

Tuesday, August 4, 2020

2019ની પરીક્ષામાં 829 ઉમેદવારોની પસંદગી, પ્રદીપસિંહ ટોપ રહ્યા, IAS અને IPS સહીત 4 સર્વિસમાં એપોઇન્ટમેન્ટ થશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC )એ સિવિલ સર્વિસ પરીક્ષા- 2019નું પરિણામ મંગળવારે જાહેર કર્યું છે. જેમાં પ્રદીપસિંહ ટોપ રહ્યા છે. બીજા નંબર પર જતિન કિશોર અને ત્રીજા નંબર પર પ્રતિભા વર્મા રહ્યા છે. યુપીએસસીએ ટોપર્સના ફક્ત નામ જણાવ્યા છે, બાકી માહિતી જણાવી નથી. કુલ 829 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં જનરલના 304, ઇડબલ્યુએસના 78, ઓબીસીના 251 અને એસટીના 67 ઉમેદવાર સામેલ છે.

આ ચાર સર્વિસમાં પસંદગી

1.ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)

2.ઇન્ડિયન ફોરેન સર્વિસ(IFS )

3. ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)

4. સેન્ટ્રલ સર્વિસીસ, ગ્રુપ એ અને બી

યુપીએસસીએ સિવિલ સર્વિસ માટે સપ્ટેમ્બર 2019માં લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીથી ઓગસ્ટ વચ્ચે પર્સનલ ઇન્ટરવ્યૂ પછી ફાઇનલ પરિણામ જાહેર કર્યું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સિવિલ સર્વિસ માટે ગત વર્ષે લેખિત પરીક્ષા લેવાઈ હતી અને આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇન્ટરવ્યૂ શરુ થયા હતા. (ફાઈલ ફોટો)


via news-rs24

No comments:

Post a Comment