પાકિસ્તાની નાગરિકે ગુરુદ્વારામાં તોડફોડ કરી, દિવાલ પર લખ્યું-કાશ્મીરીઓની મદદ કરો અન્યથા સૌને મુશ્કેલી પડશે - News

Breaking

Artikel Terbaru

Monday, May 25, 2020

પાકિસ્તાની નાગરિકે ગુરુદ્વારામાં તોડફોડ કરી, દિવાલ પર લખ્યું-કાશ્મીરીઓની મદદ કરો અન્યથા સૌને મુશ્કેલી પડશે

ડર્બીમાં સોમવારે પાકિસ્તાની નાગરિકે ગુરુ અર્જન દેવ ગુરુદ્વારામાં તોડફોડ કરી હતી. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે. ગુરુદ્વારા મેનેજમેન્ટે કહ્યું છે કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે.તોડફોડ કરનાર આ વ્યક્તિએ ગુરુદ્વારાની દિવાલ પર એક નોધ લગાવી હતી. તેમા કાશ્મીર અંગે લખવામાં આવ્યું હતુ. તેમા લખ્યુ હતુકે કાશ્મીરીઓને મદદ કરવાનો પ્રયત્ન કરો, અન્યથા દરેકને મુશ્કેલી પડશે. આ નોંધમાં એક ફોન નંબર પણ લખવામાં આવ્યો છે.

તમામ સેવકો અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરાશે

ગુરુદ્વારા સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું કે આ રીતના હેટ ક્રાઈમ કે શીખો વિરુદ્ધ કોઈ પણ પ્રકારના અપરાધ અમને સેવા અને પ્રાર્થના કરતા અટકાવી શકતા નથી. અમે સમુદાયની સેવા જારી રાખશું અને દરરોજ જે પ્રાર્થના થાય છે તે જારી રાખશું. અમે અમારા તમામ સેવકો અને કર્મચારીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરશું.
લંડનમાં ભારતીયો પર હુમલા થયેલા છે

લંડનમાં ભારતીયો અને ભારતીય મૂળના લોકો પર મોટા પ્રમાણમાં હુમલા થતા રહ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતના 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર એકત્રિત ભારતીયો પર પાકિસ્તાની દેખાવકારોએ ઈંડા અને પાણીની બોટલો સાથે પથ્થરમારો કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
હુમલો કરનારે ગુરુદ્વારામાં કાગળના એક ટુકડામાં હાથથી લખેલી એક નોધ મુકી હતી, જેમા કાશ્મીરના લોકોને મદદ માટે અપીલ કરવામાં આવી હતી


via news-rs24

No comments:

Post a Comment