વડાપ્રધાન મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’ની શરૂઆત કરી હતી. આ અવસરે તેમણે કહ્યું કે, હાલ આપણે આપણા જીવન વિશે વિચારીએ તો આપણે ઘણા ઉતાર ચઢાણ જોયા છે. આપણા ગામ અને શહેરોમાં ઘણા પ્રકારની મુશ્કેલી આવતી રહે છે. ગઈકાલે ઉત્તરપ્રદેશ અને બિહારમાં વીજળી પડી. ઘણા લોકોના મોત થયા.
તેમણે કહ્યું કે, આ રીતે કોઈએ નહોતું વિચાર્યું કે, આખી દુનિયા પર એક જ જેવું કોરોના સંકટ આવી જશે. હવે ખબર નથી કે આમાથી ક્યારે છૂટકારો મળશે, પરંતુ એક દવા છે જેનાથી આપણને છૂટકારો મળી શકે છે.
આ પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, કોરોના સંકટમાં વડાપ્રધાન મોદીએ મજૂરો અને શ્રમિકોની જે યોજના આગળ વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું, હવે રોજગારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અમે રાજ્યમાં અત્યાર સુધી 30 લાખ પ્રવાસી મજૂરોનું સ્કીલ મેપિંગ કર્યું છે. તેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સામેલ કરવામાં નથી આવ્યા. તેનાથી આ મજૂરોને કામ આપવામાં સરળતા રહેશે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, બીજા રાજ્યોમાં ઘરે પરત આવેલા 38 લાખ પ્રવાસી શ્રમિક અને કામદારની સાથે સાથે સ્થાનિક લોકોને પણ તેનો ફાયદો મળશે અને આ સંખ્યા એક કરોડથી વધારે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment