ગુજરાતમાં 56 દિવસ બાદ કોરોનાના કારણે મૃત્યુની સંખ્યામાં ઘટાડો, પરંતુ કોરોના વાઈરસ 26 જિલ્લામાં ફેલાયો - News

Breaking

Artikel Terbaru

Friday, June 26, 2020

ગુજરાતમાં 56 દિવસ બાદ કોરોનાના કારણે મૃત્યુની સંખ્યામાં ઘટાડો, પરંતુ કોરોના વાઈરસ 26 જિલ્લામાં ફેલાયો

ગુજરાતમાં કોરોનાના કેસો હજુ 400થી 500ની વચ્ચે જ નોંધાઇ રહ્યા છે. પરંતુ મૃત્યુદરમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે, રાજ્યમાં 56 દિવસ બાદ કોરોનામાં સૌથી ઓછા 18 મોત નોંધાયા હતા. છેલ્લે 30 એપ્રિલના રોજ મૃત્યુ આંક 17 થયો હતો.

કુલ 1754 મોત પૈકી 1390 તો અમદાવાદમાં
રાજ્યમાં કોરોનાના નવા કેસની 577ની સંખ્યા સામે મૃત્યુઆંક 18 જ હતો. જે છેલ્લા 56 દિવસનો સૌથી ઓછો હતો. છેલ્લે 30 એપ્રિલનો મૃત્યુઆંક 17નો હતો. તે પછી આખા મે મહિના તથા અત્યાર સુધીના જૂનમાં દૈનિક મોતની સંખ્યા વધી જ રહેતી હતી. મે મહિનામાં ગુજરાતમાં સરેરાશ દૈનિક 26.6 મોત નોંધાયા હતા. જ્યારે જૂન માસની અત્યાર સુધી મોતની સરેરાશ 28.6 રહી છે. અમદાવાદમાં મે મહિનામાં દૈનિક મોત 22.3 હતા. જૂનમાં તે 22 છે. ગુજરાતમાં કુલ 29578 કેસમાંથી ત્રીજા ભાગના એટલે કે 19839 કેસ અમદાવાદમાં છે, જ્યારે મોતમાં પણ કુલ 1754 મોતમાંથી માત્ર અમદાવાદમાં જ 1390 મોત થયા છે.

કોરોનાના લક્ષણોની ચકાસણી અને સારવાર પ્રક્રિયા ઝડપી
નિષ્ણાંતોના કહેવા પ્રમાણ કોરોનાના કહેરના ચાર મહિના થઈ ગયા હોવાથી કોરોનાના લક્ષણોની ચકાસણી તથા સારવારની પ્રક્રિયા ઝડપી અને એક સમાન થવાને કારણે ગંભીર દર્દીઓને પણ મોતના મુખમાંથી બચાવવામાં આવી રહ્યા છે.

હવે 3 મુખ્ય શહેરો સિવાયના શહેર અને જિલ્લામાં કેસ વધે છે
નવા કોરોના કેસના વિશ્લેષણ મુજબ અમદાવાદ, સુરત તથા વડોદરા સિવાયના બીજા શહેર-જિલ્લાઓમાં કેસો વધી રહ્યા છે. ગુરુવારે 22.7 ટકા કેસ આ સિવાયના જિલ્લામાં હતા. જે ટકાવારી ગત 15મી જૂને 15.4 ટકા હતી. રાજ્યમાં વડોદરામાં કુલ કેસની સંખ્યા 2000 ને પાર થઈ છે. અમદાવાદમાં 20,000 નજીક તથા સુરતમાં 4000 નજીક છે. આ ત્રણ જિલ્લામાં જ કોરોનાના 87 ટકા કેસ નોંધાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Number of deaths due to corona decreased after 56 days Gujarat, but the corona virus spread to 26 districts


via news-rs24

No comments:

Post a Comment