કાશ્મીરના IGએ કહ્યું-પુલવામા જિલ્લામાં 1989થી આતંકી એક્ટિવ હતા, 31 વર્ષમાં પહેલી વખત અહીંયા કોઈ આતંકી જીવતો બચ્યો નથી - News

Breaking

Artikel Terbaru

Friday, June 26, 2020

કાશ્મીરના IGએ કહ્યું-પુલવામા જિલ્લામાં 1989થી આતંકી એક્ટિવ હતા, 31 વર્ષમાં પહેલી વખત અહીંયા કોઈ આતંકી જીવતો બચ્યો નથી

દક્ષિણ કાશ્મીરનોપુલવામા જિલ્લો એક સમયે આતંકીઓનો ગઢ કહેવાતો હતો. અહીંયાના ત્રાલમાં આતંકી કમાંડર બુરહાન વાની અને જાકિર મૂસા જેવા આતંકી પેદા થયા હતા. બન્ને પહેલા જ સુરક્ષાદળોના હાથે ઠાર થયા છે. શુક્રવારે ત્રાલના ચેવા ઉલ્લાર વિસ્તારમાં 3 આતંકી ઠાર થયા હતા. કાશ્મીર ઝોનના IG વિજય કુમારે જણાવ્યું કે, 1989થી ત્રાલમાં આતંકી સક્રિય હતા, પરંતુ હવે અહીંયા હિઝબુલ મુજાહિદ્દીન અથવા કોઈ અન્ય સંગઠનનો કોઈ આતંકી હાજર નથી,તમામને ઠાર કરી દેવાયા છે. આવું 31 વર્ષમાં પહેલી વખત બન્યું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, અવંતીપોરાના ત્રાલમાં આતંકીઓ હોવાના ઈનપુટ મળ્યા હતા. ત્યારબાદ ગુરુવારે સાંજે સેના, CRPF અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સેનાના બ્રિગેડિયર વી મહાદેવને જણાવ્યું કે, અમે આતંકીઓને સરેન્ડર કરવા માટે કહ્યું હતું પરંતુ તેમણે જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન જવાબી કાર્યવાહીમાં 3 આતંકી ઠાર મરાયા હતા, શુક્રવારે આ તમામની લાશ મળી હતી.

અનંતનાગમાં CRPFના કાફલા પર હુમલો
તો બીજી તરફ અનંતનાગ જિલ્લાના બિજબેહરામાં શુક્રવારે આતંકીઓએ CRPFની પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં એક જવાન અને પાંચ વર્ષના બાળકને ગોળી વાગી હતી.તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાં સુધી બન્નેના મોત થઈ ગયા હતા.

આતંકીઓએ પદશાહી બાગ પાસે CRPFની ટુકડી પર હુમલો કર્યો. ગોળી વાગવાથી એક બાળકનું મોત

જૂનમાં 15 એન્કાઉન્ટરમાં 46 આતંકીઓનો ખાત્મો
જમ્મુ કાશ્મીરમાં આ મહિનામાં 15 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 44 આતંકી ઠાર મરાયા છે. આતંકીઓની મદદ કરતા લોકોની શોધખોળ પણ ચાલી રહી છે. બડગામના નરબલ વિસ્તારમાં બુધવારે આર્મી અને પોલીસે કાર્યવાહી કરીને લશ્કર-એ-તૈયબાના 5 મદદગારની ધરપકડ કરી લીધી હતી. તેમની પાસે AK-47 રાઈફલ, 28 રાઉન્ડ ગોળીઓ અને લશ્કર-એ-તૈયબાના 20 પોસ્ટર મળ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જમ્મુ કાશ્મીરમાં આતંકી વિરોધી અભિયાનમાં આ મહીને અલગ અલગ અથડામણમાં અત્યાર સુધી 46 આતંકી ઠાર મરાયા છે(ફાઈલ તસવીર)


via news-rs24

No comments:

Post a Comment