છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે - News

Breaking

Artikel Terbaru

Friday, June 26, 2020

છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે

દેશભરમાં અત્યાર સુધી 5 લાખ 9 હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે. અને 15 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે દેશભરમાં 2 લાખ 95 હજારથી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. દેશમાં સૌથી વધારે 1 લાખ 52 હજારથી વધુ કેસ તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે અહીંયા 7 હજારથી વધુ લોકોના મોત થયા છે. બીજા નંબરે રહેલા દિલ્હીમાં 77 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અહીંયા 2,492 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. શુક્રવારે સતત બીજા દિવસે 18 હજારથી વધુ કેસ વધ્યા હતા અને 10 હજાર 246 દર્દી સાજા પણ થયા હતા.

તો બીજી બાજુ અનલોક-1 એટલે કે જૂન મહિનામાં 3 લાખથી વધુ દર્દી વધ્યા છે. એક જૂને 1 લાખ 98 હજાર 371 દર્દી હતા. એટલે ક જૂનના 26 દિવસોમાં 3 લાખ 11 હજાર 095 દર્દી વધ્યા અને સંક્રમિતોનો આંકડો પાંચ લાખથી વધુ થઈ ગયો હતો. સારા સમાચાર તો એ છે કે ભારતમાં રિકવરી રેટ પણ ઝડપથી વધી રહ્યો છે. આ દરમિયાન રિકવરી રેટમાં પણ 16%નો વધારો થયો છે અને અત્યાર સુધી 58.26%એ પહોંચી ગયો છે.

લોકડાઉન અને અનલોક-1ની સરખામણી કરવામાં આવે તો સૌથી વધારે 1 લાખ 321 દર્દી જૂનમાં સાજા થયા છે. એટલે કે એક્ટિવ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચે પણ ગેપ વધી છે. આને એક રીતે સમજીએ તો 1 જૂને જ્યારે અનલોક-1 શરૂ થયું ત્યારે એક્ટિવ કેસ 91 હજાર 819 હતા, તો રિકવર કેસની સંખ્યા 87 હજાર 692 હતી. એ વખતે બન્ને વચ્ચે અંતર 4127 હતું. 26 જૂને એક્ટિવ કેસ 1 લાખ 97 હજાર 784 અને રિકવર કેસ 2 લાખ 95 હજાર 917 થઈ ગયા હતા. બન્ને વચ્ચે અંતર વધીને 1 લાખ 321 થઈ ગયું હતું.

કોરોના અપડેટ્સ

  • કોરોનાના જોખમને ધ્યાનમાં રાખી ઝારખંડ સરકારે લોકડાઉન 31 જૂલાઈ સુધી વધારી દીધું છે, તો બીજી બાજુ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું કે, રાજધાનીમાં તમામ શાળા 31 જૂલાઈ સુધી બંધ રહેશે.
  • ગોવાના મુ્ખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, આખા રાજ્યમાંથી સંક્રમિત મળી રહ્યા છે. એટલા માટે હવે અમે કહી શકીએ છીએ કે અહીંયા કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થવા માંડ્યું છે. આપણે વાસ્તવિકતાને સ્વીકારવી જ પડશે.

દેશમાં સૌથી વધારે સંક્રમણ અને મોત મહારાષ્ટ્રમાં થયા
દેશમાં કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. પાંચ લાખ સંક્રમિતોમાં 30.01% દર્દી માત્ર મહારાષ્ટ્રના છે. દેશની રાજધાની દિલ્હી બીજું સૌથી વધારે સંક્રમિત રાજ્ય છે. દેશના કુલ સંક્રમિતોમાં 14.99% દર્દી દિલ્હીમાંથી છે. જ્યારે તમિલનાડુના 14.42% સંક્રમિત છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ અહીંયા શુક્રવારે 203 નવા દર્દી સામે આવ્યા અને 4 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 31 ઈન્દોર અને મુરૈનામાં 36-36 પોઝિટિવ કેસ વધ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12 હજાર 798 થઈ ગઈ છે, જેમાંથી 2448 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 546 લોકોના મોત થયા છે.


આ તસવીર ભોપાલ ખાતે આવેલા રાજભવનની છે. અહીંયા શુક્રવારે 5 દર્દી મળ્યા હતા. અહીંયા રહેતા કર્મચારીઓને બસમાં ક્વૉરન્ટીન સેન્ટર લઈ જવાઈ રહ્યા છે.

મહારાષ્ટ્રઃ અહીંયા શુક્રવારે 5024 સંક્રમિત મળ્યા અને 175 લોકોના મોત થયા હતા. મુંબઈમાં 1297 કેસ વધ્યા હતા, અહીંયા હવે 72 હજાર 287 દર્દી થઈ ગયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 52 હજાર 765 થઈ ગઈ છે, જેમાંથી 65 હજાર 829 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 7106 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ તસવીર મુંબઈના રકાજુપાડાની છે. અહીંયાન કન્ટેન્ટમેન્ટ ઝોનના રહેવાસીઓનું સતત ચેકઅપ કરાઈ રહ્યું છે.

ઉત્તરપ્રદેશઃ અહીંયા શુક્રવારે 750 નવા દર્દી સામે આવ્યા અને 19 લોકોના મોત થયા હતા.ગૌતમબુદ્ધનગર(નોઈડા)માં 136, ગાઝિયાબાદમાં 89 અને લખનઉમાં 52 પોઝિટિવ કેસ વધ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 20 હજાર 943 થઈ ગઈ છે, જેમાંથી 6730 એક્ટિવ કેસ છે.
બિહારઃ અહીંયા શુક્રવારે 190 સંક્રમિત મળ્યા અને એકનું પણ મોત નથી થયું. પટનામાં 23, મધુબનીમાં 22 અને ભાગલપુરમાં 18 કેસ વધ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ તસવીર દિલ્હીના પાંડવ નગરની છે. આશા વર્કર્સ લોકોના ઘરે અને દુકાને જઈને તેમના સ્વાસ્થ્યની માહિતી લઈ રહી છે. સાથે જ કોરોના અંગેના અગત્યના સૂચનો કરી રહ્યા છે.
આ તસવીર ગુડગામની છે. અહીંયા કોવિડ-19 ટેસ્ટ સેન્ટર પર શંકાસ્પદોના સેમ્પલ લેવાયા હતા


via news-rs24

No comments:

Post a Comment