ચીનના હાથમાંથી એશિયાનું સૌથી મોટું ચોથુ બજાર નીકળી જશે, ભારતમાં મોંઘવારી વધશે - News

Breaking

Artikel Terbaru

Friday, June 26, 2020

ચીનના હાથમાંથી એશિયાનું સૌથી મોટું ચોથુ બજાર નીકળી જશે, ભારતમાં મોંઘવારી વધશે

ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી પછી બંને દશો વચ્ચે તણાવ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર ચીની સામાન સામે બહિષ્કારનું કેમ્પઈન શરૂ થઈ ગયું છે. દેશના અલગ અલગ વિસ્તારોમાંથી ચીની સામાનના વિરોધના ન્યૂઝ આવી રહ્યા છે. ઘણાં નેતા અને પ્રખ્યાત સેલેબ્સ પણ ચીની પ્રોડક્ટનો વિરોધ કરી રહ્યા છે.

તાજેતરમાં જ રેલવેએ ચીની કંપનીઓનો રૂ. 471 કરોડનો કરાર રદ કરી દીધો છે. તે સાથે જ ભારત સંચાર નિગમ લિમિટેડે પણ 4જી સંશાધનોને અપગ્રેડ કરવા માટે ચીની પ્રોડક્ટ્સના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે, ભારત સરકાર ચીનથી આયાત કરવામાં આવતી ઘણી ચીજ વસ્તુઓ પણ કસ્ટમ ડ્યૂટી વધારી શકે છે. આાગામી દિવસોમાં ચીન સાથે થયેલા કરાર પણ રદ કરવામાં આવી શકે છે.

ભારતના 20 જવાનો શહીદ થયા પછી દેશમાં વિવિધ જગ્યાએ ચીનની પ્રોડક્ટ્સનો બહિષ્કાર જોવા મળ્યો.

અમેરિકા પછી ભારતનું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર
ચીન 13.6 ટ્રિલિયન ડોલર(1033 લાખ કરોડ રૂપિયા) GDPની સાથે એશિયાનું સૌથી મોટું અને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ છે. જ્યારે ભારત 2.7 ટ્રિલિયન ડોલર(લગભગ 200 લાખ કરોડ રૂપિયા)ની સાથે એશિયામાં ત્રીજા નંબરે છે. ઈન્ડસ્ટ્રીયલ, કમ્પોનન્ટ્સ, કાચો માલ, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ચીન, અમેરિકા પછી ભારતનું ત્રીજું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર છે.

ચીન ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણનો સૌથી મહત્વપૂર્ણ સોર્સ છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર વર્ષ 2015 અને 2019ની વચ્ચે ચીનમાંથી કુલ 13 હજાર કરોડ રૂપિયાનું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ આવ્યું હતું. ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રિકલ ઉપકરણ, બુક પ્રિન્ટિંગ, સર્વિસિસ અને ઈલેેક્ટ્રોનિક્સ આ ટોપ-5 સેક્ટર્સ રહ્યાં જેમાં ચીને સૌથી વધુ રોકાણ કર્યું.

ભારત-ચીન બંને એક બીજા પર નિર્ભર
ચીન વર્ષ 2019-20માં ભારતના કુલ એક્સપોર્ટના 5 ટકા અને કુલ ઈમ્પોર્ટના 14 ટકાનું ભાગીદાર હતું. જ્યારે ચીનના કુલ એક્સપોર્ટમાં 3 ટકા અને કુલ ઈમ્પોર્ટમાં ભારતનો હિસ્સો માત્ર 1 ટકા રહ્યો. તેનો અર્થ એ છે કે ભારત અને ચીનની વચ્ચેના બિઝનેસ સંબંધો પ્રભાવિત થાય છે તો ચીન તેના એક્સપોર્ટના 3 ટકા અને ઈમ્પોર્ટના 1 ટકાને નુકસા થશે. જ્યારે ભારતને તેના એક્સપોર્ટના 5 ટકા અને ઈમ્પોર્ટના 14 ટકા નુકસાન થશે. જ્યારે ભારતને તેના એક્સપોર્ટના 5 ટકા અને ઈમ્પોર્ટના 14 ટકા નુકસાન થશે.

વર્ષ 2018-19માં ભારતે ચીનમાંથી 16.7 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 1.2 લાખ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ અને 70.3 બિલિયન ડોલર એટલે કે લગભગ 5.32 લાખ કરોડ રૂપિયાનું ઈમ્પોર્ટ કર્યું હતું. તેનો અર્થ એ છે કે ચીને ભારત પાસેથી ઓછો સામાન ખરીદ્યો અન તેનાથી પાંચગણો સામાન વેચ્યો. એવામાં આ કારોબારમાં ભારતને 4.1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. જો ભારત, ચીનની સાથે કારોબાર ખત્મ કરે છે તો ચીનને તેનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. ચીનને તેની પ્રોડક્ટ વેચવા માટે ભારત જેવું બજાર એટલું ઝડપથી મળશે નહિ.

અલબ્રાઈટ સ્ટોનબ્રિજ ગ્રુપના સાઉથ એશિયાના પ્રમુખ સુક્રાંતિ ઘોષના જણાવ્યા અનુસાર, ચીનને ગ્લોબલ ટેકના વિશ્વમાં પ્રમુખ શક્તિ બનવા માટે ભારતનો સાથ જરૂરી છે. ભારત વગર ચીન તેનું લક્ષ્ય પુરુ કરી શકે નહિ. તેમણે કહ્યું કે મને નથી લાગતુ કે આ રિલેશનશીપમાં કોઈને નુકસાન છે. ચીન ઈચ્છે છે કે એશિયાના માર્કેટમાં તેનો દબદબો યથાવત રહે.

ચીન આપી રહ્યું છે ધમકી

ચીનના સરકારી ન્યુઝ પેપર ગ્લોબલ ટાઈમ્સ ધમકી આપી રહ્યું છે કે જો ભારતના લોકો ચીનના સામાનનો બાહિષ્કાર કરે છે તો ભારતને નુકસાન ઉઠાવું પડી શકે છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે ભારત હાલ કોરોનાવાઈરસની મહામારી સામે લડી રહ્યું છે. આર્થિક સ્થિતિ પણ યોગ્ય નથી. એવામાં ચીનની સાથેના બિઝનેસ રીલેશનમાં તિરાડ પડે છે તો તેનું નુકસાન ભારતના લોકોએ ઉઠાવવું પડશે.

ભારત-ચીન ટુરિઝમ
ટુરિઝમના ક્ષેત્રમાં પણ ભારત અને ચીનની વચ્ચે મોટા લેવલે માર્કેટ છે. વર્ષ 2018માં ચીનમાં આવનારા કુલ ટુરીસ્ટોમાંથી ત્રણ ટકા ભારતીય હતા. જો ચીનમાંથી ભારત આવનારા ટુરીસ્ટોની સંખ્યા જોવામાં આવે તો ખૂબ જ ઓછી છે. વર્ષ 2017માં ચીનમાં ભરતના લગભગ 8 લાખ પર્યટકો ગયા, જ્યારે ટુરિઝમ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ 2018માં લગભગ 2.8 લાખ ભારતીય ચીન ગયા હતા. જો બંને દેશોની વચ્ચેના સંબંધો બગડે છે તો આ સેક્ટરમાં પણ તેની અસર જોવા મળશે. જોકે અહીં ચીનને વધુ નુકસાન ઉઠાવવું પડશે.

સોલર એનર્જીના ક્ષેત્રમાં 78 ટકા હિસ્સો ચીનનો

સોલર એનર્જીના ક્ષેત્રમાં પણ ચીનનો ભારતમાં મોટો હિસ્સો છે.

ભારતના સોલર એનર્જી ઉત્પાદનમાં ચીનનો હિસ્સો લગભગ 78 ટકા છે. એટલું જ નહિ ભારતની થર્મલ અને કોલ ઈન્ડસ્ટ્રીમાં પણ ચીનના જ સાધનો લાગેલા છે. ઈએસએસએઆર પાવર, અદાણી, રિલાયન્સ અને જીએમઆર એનર્જીના થર્મલ પાવર યુનિટ્સમાં પણ ચીનના સાધનો લાગેલા છે.

હેલ્થ સેકટર્સમાં પડી શકે છે અસર
ભારત જરૂરી દવાઓ બનાવવા માટે ઉપયોગ થનારા કાચા માલ માટે ચીન પર નિર્ભર છે. ભારત બલ્ક ડ્રગ અને તેના ઈન્ગ્રીડિઅન્ટ્સના 70 ટકા ચીનમાંથી આયાત કરે છે. દવા બનાવવા માટે એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રીડિઅન્ટ્સ અને કેટલીક જરૂરી દવાઓ માટે ભારત, ચીનના બજાર પર એક હદ સુધી નિર્ભર છે. ભારત મેડિકલ ઉપકરણના 80 ટકાની આયાત કરે છે અને તેમાં ચીનનો મુખ્ય હિસ્સો છે. 2018-19માં ભારતે કુલ 3.56 અબજ ડોલર એટલે કે 26 હજાર 700 કરોડ રૂપિયાનો કાચો માલ સામાન ખરીદ્યો હતો. તેમાંથી 2.40 અબજ ડોલર એટલે કે 18 હજાર કરોડ રૂપિયાનો માલ ચીનમાંથી આવ્યો હતો.

સ્માર્ટફોન થઈ શકે છે મોંઘા

મોબાઈલ ફોનના મામલામાં ચીન સૌથી મોટું બજાર છે. ભારતના સ્માર્ટફોન બજારમાં ટોપ 5 હિસ્સાવાળી કંપનીઓમાં ચાર કંપનીઓ ચીનની છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના રિપોર્ટના જણાવ્યા મુજબ પ્રથમ નંબરે શાઓમી છે, જેનો હિસ્સો 30 ટકા છે. 17 ટકાની સાથે બીજા નંબરે વીવો, ત્રીજા નંબરે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ છે, જેનો હિસ્સો 16 ટકા છે. ચોથા નંબરે 14 ટકાની સાથે રિયલમી અને પાંચમા નંબરે 12 ટકાની સાથે ઓપ્પો છે.

ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ 100 એપમાં લગભગ 50 ટકા ચાઈનીસ એપ
સેંસર ટાવરના રિપોર્ટ મુજબ ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ 100 એપમાં લગભગ 50 ટકા ચાઈનીસ એપ છે. િટકટોક, પબજી મોબાઈલ, યુસી, બ્રાઉઝર, હેલો, શેર ઈટ, જેન્ડર, બ્યુટી પ્લસ જેવી અગ્રણી એપ્સ ચીનની છે, જેણે ભારતીય માર્કેટ પર દબદબો બનાવ્યો છે.

ભારતના સ્ટાર્ટઅપ્સ પર ચીનનો દબદબો
ગેટવે હાઉસના રિપોર્ટના જણાવ્યા મુજબ, ચીન છેલ્લા પાંચ વર્ષમાં ભારતના સ્ટાર્ટઅપ્સમાં 4 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કર્યું છે. યુનિકોર્ન કલબમાં સામેલ ભારતના 30માંથી 18 સ્ટાર્ટઅપમાં ચીને રોકાણ કર્યું છે. ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાએ ભારતની ઈ-કોમર્સ કંપની સ્નેપડીલ, પેટીએમ અને ઝોમેટોમાં રોકાણ કર્યું છે. ટેક કંપની ટેન્સેંટે હાઈક અને ઓલામાં રોકાણ કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
China will lose Asia's fourth largest market, inflation will rise in India, jobs may go


via news-rs24

No comments:

Post a Comment