AIMSના 12 અઠવાડિયાંના રિસર્ચમાં દર્દીઓને સૂર્યનમસ્કારથી ઘણી રાહત મળી, ડિપ્રેશન 60% સુધી ઘટ્યું - News

Breaking

Artikel Terbaru

Saturday, June 20, 2020

AIMSના 12 અઠવાડિયાંના રિસર્ચમાં દર્દીઓને સૂર્યનમસ્કારથી ઘણી રાહત મળી, ડિપ્રેશન 60% સુધી ઘટ્યું

લોકડાઉનમાં સુસાઇડ, એન્ઝાઇટિ અને ડિપ્રેશનના વધતા કેસો જણાવે છે કે, બોડી સાથેમેન્ટલ હેલ્થ પર પણ ધ્યાન આપવું એટલું જ જરૂરી છે. ડિપ્રેશન પર એમ્સના તાજેતરના રિસર્ચમાં યોગ અને એલોપથીના કોમ્બિનેશનથી ડિપ્રેશનમાં ઝડપથી સુધાર આવ્યો.

12 અઠવાડિયાં સુધી ચાલેલાં આ રિસર્ચમાં સામે આવ્યું કે, જો આનુવાંશિક ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હો તો દવા લેવાની સાથે યોગ કરવાથી ઝડપથી રાહત મળે છે.

આજે વિશ્વ યોગ દિવસ છે. આ અવસરે રિસર્ચમાં સામેલ એમ્સ દિલ્હીના અનોટમી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. રીમા દાદાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે કેવી રીતે યોગ અને કેટલીક દવાઓના કોમ્બિનેશનથી આનુવાંશિક ડિપ્રેશન પણ દૂર કરી શકાય છે.

3 પોઇન્ટઃ કેવી રીતે યોગ અને દવાએ મળીને ડિપ્રેશન ઘટાડ્યું
1. રિસર્ચને એમ્સ દિલ્હીના સાઇક્યાટ્રિસ્ટ અને એનોટમી ડિપાર્ટમેન્ટે મળીને કર્યું. સાઇક્યાટ્રિસ્ટ ડિપાર્ટમેન્ટમાં જિનેટિક અને અન્ય કારણોથી બીમાર 160 દર્દીઓને રિસર્ચ માટે પસંદ કરવામાં આવ્યા. તેમને 80-80ના બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા.

2. તેમાં એક ગ્રૂપને ફક્ત દવા આપવામાં આવી જ્યારે બીજા ગ્રૂપને દવા સાથે યોગ કરવવામાં આવ્યા. પરિણામ જાણવા માટે પહેલા અને રિસર્ચ પૂરું થયા પછી બંને ગ્રૂપનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું.

3. બ્લડ સેમ્પલનો રિપોર્ટ ચોંકાવનારો હતો. ફક્ત દવા લેનારા દર્દીઓમાં 29% ફાયદો જોવા મળ્યો, જ્યારે દવા સાથે 12 અઠવાડિયાં સુધી યોગ કરનારા દર્દીઓને 60% ફાયદો થયો.

સૂર્યનમસ્કાર, શવાસન, શાંતિમંત્ર અને ધ્યાન કરાવવામાં આવ્યું

ડો. રીમા દાદાના જણાવ્યાનુસાર, ડિપ્રેશન દૂર કરવા માટે સૂર્યનમસ્કાર, શવાસન, ઉત્તાનપાદાસન, પવનમુક્તાસન, વક્રાસન કરાવવાની સાથે શાંતિમંત્રનો જાપ અને ધ્યાન પણ કરાવવામાં આવ્યું. યોગમાં સાબિત થયું કે આ આસન ડિપ્રેશન, તણાવ અને એન્ઝાઇટિ દૂર કરે છે. આ આસનો અને દવાઓની અસર એકથી બીજી પેઢીમાં આવનારા ડિપ્રેશનમાં પણ જોવા મળી. ટેસ્ટ રિપોર્ટ્સ સિવાય દર્દીઓએ પણ આ અનુભવની પણ પુષ્ટિ કરતા કહ્યું કે, અમારા ઉપર યોગની અસર થઈ છે.

દવાઓ અને યોગાસનોથી ઘણા ફેરફાર જોવા મળ્યા

  • ડો. રીમા દાદા કહે છે કે, આપણા મગજમાં ઓટોનોમિક નર્વસ સિસ્ટમના બે ભાગો હોય છે, સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક. યોગ આપણા પેરાસિમ્પેથેટિક સિસ્ટમને એક્ટિવેટ કરે છે. જ્યારે આવું થાય છે ત્યારે આપણો વધતો હાર્ટ રેટ ઓછો થાય છે. વ્યક્તિ હળવાશ અનુભવે છે. ન્યૂરોન્સ વધુ સારું કાર્ય કરે છે અને શાંતિ મળે છે.
  • આ અસરને વધુ સારી રીતે શોધવા માટે સંશોધન સાથે સંકળાયેલા દર્દીઓના જિનેટિક અને બાયોકેમિકલ ટેસ્ટ કરવામાં આવ્યા. આ દરમિયાન એન્ટિ-ડિપેરેસેન્ટ દવાઓનો ડિઝો પણ આપવામાં આવ્યો.
  • લાંબા સમયથી ડિપ્રેશનથી પીડાતા દર્દીઓ ટૂંકા સમયમાં સ્વસ્થ થઈ જાય છે.
  • બંનેની અસરથી એવા દર્દીઓ જે લાંબા સમયથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હોય તેમની દવાઓનો ડોઝ ઘટે છે. તેમને સાજા થવામાં ઓછો સમય લાગે છે. જે લોકોને આવું વારંવાર થતું હોય તે દર્દીઓમાં ડિપ્રેશનની ગંભીરતા ઘટે છે. ડો. રીમા દાદા કહે છે કે, ડિપ્રેશનની સારવાર કરાવવા આવતા દર્દીઓને દરરોજ યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. યોગને જીવનનો એક આવશ્યક ભાગ બનાવો જેવી રીતે તમે બાકીનું દૈનિક કાર્ય કરો છો.

4 પોઇન્ટઃ આજે ડિપ્રેશન-એન્ઝાઇટિને હરાવવું સૌથી જરૂરી કેમ?
દેશની પરિસ્થિતિઃ ધ લેન્સેટ જર્નલના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2017 સુધીમાં દેશમાં 19.73 કરોડ લોકો કેટલીક માનસિક બિમારીથી પીડાઈ રહ્યા હતા. આ આંકડો કુલ વસ્તીના 15% છે. એટલે કે, દર 7 ભારતીયોમાં 1 બીમાર છે. આમાંથી 7.77 કરોડ ડિપ્રેશન અને 4. 49 કરોડ એન્ઝાઇટિનો શિકાર છે.

વિશ્વનું ચિત્ર: WHO અનુસાર, વિશ્વભરમાં 26 કરોડથી વધુ લોકો ડિપ્રેશનથી પીડિત છે. 15 થી 29 વર્ષની વયના લોકોમાં ડિપ્રેશન એ આત્મહત્યાનું બીજું અગ્રણી કારણ છે.

મેન્ટલ હેલ્થના મુદ્દે આપણે રશિયાને પાછળ પાડી દઇશું
WHO મુજબ, ભારતમાં દર વર્ષે એક લાખની વસ્તીએ માનસિક બીમારીને કારણે 16 લોકો આત્મહત્યા કરે છે. આ કિસ્સામાં ભારત રશિયા પછી બીજા ક્રમે છે. રશિયામાં દર 1 લાખ લોકોમાંથી 26 લોકો આત્મહત્યા કરે છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો એટલે કે NCRBના જણાવ્યા અનુસાર, વર્ષ 2013થી 2018ની વચ્ચે 52 હજાર 526 લોકોએ માનસિક બિમારીને લીધે આત્મહત્યા કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
12 weeks of AIMS research found that patients were greatly relieved by sunbathing, depression reduced by 60%


via news-rs24

No comments:

Post a Comment