ડિપ્રેશન દૂર કરવા માટે પ્રાણાયામ શ્રેષ્ઠ છે, કોરોના પોઝિટિવ આવે તો ઓમકાર કરીને ફેફસાં મજબૂત કરી શકાય - News

Breaking

Artikel Terbaru

Saturday, June 20, 2020

ડિપ્રેશન દૂર કરવા માટે પ્રાણાયામ શ્રેષ્ઠ છે, કોરોના પોઝિટિવ આવે તો ઓમકાર કરીને ફેફસાં મજબૂત કરી શકાય

કોરોનાવાઈરસેસમગ્ર વિશ્વ પર વિકરાળ પંજો જમાવ્યો છે. જાતભાતની રિસર્ચ ઉપરાંત તબીબી આલમ એ મુદ્દે એકમત છે કે જો પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ એવી યોગ અને પ્રાણાયામનો નિયમિતપણે અભ્યાસ કરવામાં આવે તો શરીરમાં કોરોનાને પરાસ્ત કરી શકાય તેવી રોગપ્રતિકારક શક્તિ કેળવી શકાય. આ ઉપરાંત અત્યારના સમયના વ્યાધિ એવા સ્ટ્રેસ અને અન્ય લાઈફસ્ટાઈલ રોગોને પણ મહાત કરી શકાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમે અમદાવાદના ખ્યાતનામ યોગગુરુઓ એવા સ્વામી અધ્યાત્માનંદજી અને પૂર્વી શાહ સાથે વાત કરીને અત્યારે લોકોને મૂંઝવતા સૌથી મહત્ત્વના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવ્યું.

1.મનમાંથીકોરોનાને લગતા નકારાત્મક વિચારો અને ભયને કઈ રીતે દૂર કરી શકાય?
સ્વામીઅધ્યાત્મનંદજીનું કહેવું છે કે, સૌપ્રથમ‘સંબંધ યોગ’કરવો, જેને અત્યારની ભાષામાંસોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવુંકહેછે.દિવસની શરૂઆત‘ઓમકાર’નાજાપથી કરવી. આ ઓમકાર 1 મિનિટમાં ચાર વખત કરવા. પ્રત્યેક ઓમકારમાં 15 સેકંડ આપવી. ઓમકારથી પ્રાણવાયુની ઊર્જા મળે છે અને શરીરમાં રહેલી નકારાત્મક શક્તિ ઓછી થતી જાય છે. પૂર્વી શાહ કહે છે કે, પાધહસ્તાસન, અર્ધચક્રાસન, પશ્ચિમોત્તાનાસન, સૂર્યનમસ્કાર, સર્વાંગાસન અને હલાસન વગેરે જેવાંયોગાસન શરીરમાં નવી ઊર્જાલાવેછે અનેનકારાત્મક વિચારો દૂર થાય છે.

2. આ મહામારીના કારણે ઘણા લોકોની નોકરી જતી રહી છે અને ઘણા લોકો નોકરીમાં વર્ક પ્રેશરના કારણે ડિપ્રેશનનો ભોગ બન્યા છે.એલોકોને યોગ કઈ રીતે મદદરૂપ થઈ શકે?
‘શવાસન અને ધ્યાન એ ડિપ્રેશનનો શ્રેષ્ઠ ઉપાય છે.’અધ્યાત્માનંદજી કહે છે,‘ભસ્ત્રિકાપ્રાણાયામથી પણ ડિપ્રેશન ઘટે છે. શક્ય એટલો કુદરત સાથે સમય ગાળો. સવારે કૂણા તડકામાં સૂરજ સામે ઊભા રહો. પક્ષીઓને જૂઓ. સાંજે ઢળતા સૂરજને જૂઓ.’આ સવાલના જવાબમાં યોગ પ્રશિક્ષક એવાંપૂર્વી શાહ કહે છે કે, ભ્રામરી પ્રાણાયામ, કપાલભાતિ ક્રિયા અને સૂર્યભેદન પ્રાણાયામ મગજને શાંત કરવાની દિશામાં કામ કરે છે.તે પણ અજમાવી શકો.

3.કોરોનાકાળમાંશરીરની રોગપ્રતિકારકશક્તિનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે.આમાટે કયાં આસન સૌથી અકસીર છે?
પૂર્વીશાહના મતે પ્રાણાયામ અને નાડીશોધન પ્રાણાયામ આ માટે બેસ્ટ છે. સ્વામી અધ્યાત્માનંદ દરરોજ 12 સૂર્યનમસ્કાર કરવાની પણ સલાહ આપે છે. તેઓ કહે છે,પ્રાણાયામમાં અનુલોમ-વિલોમ અને ઓમકાર કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે અને ખાસ કરીને શ્વસનતંત્ર મજબૂત બનશે. હાર્ટડિસીઝ, ડાયાબિટીસકેકિડની જેવા ગંભીર રોગથી પીડાતા દર્દીએ ભસ્ત્રિકાપ્રાણાયામ ન કરવું.

4.કોરોનાએસૌથી વધુ સિનિયર સિટિઝનોને ડરાવ્યા છે. તેમણે કયાં યોગાસનોની શરણે જવું જોઈએ?
સવારે કૂણો તડકો માણવો અને ધીમે-ધીમે ઊંડા શ્વાસ લેવા.આવીહળવી ક્રિયાઓ કર્યા બાદ અધ્યાત્માનંદજી સિનિયર સિટિઝન્સનેપગથી સાઇકલ ચલાવવાનીસલાહ આપે છે, જેથીફેફસાંનીમજબૂતીઅને ઇમ્યૂનિટી વધેછે.વડીલોનેઅગાઉથી જ શરીરમાં કોઈ બીમારી હોવાની શક્યતાઓ રહે છે, તેને ધ્યાનમાં રાખીનેપૂર્વી શાહવડીલોનેસૂક્ષ્મ વ્યાયામ કરવાનુંકહે છે.આઉપરાંત તેઓયોગનિદ્રાનો અભ્યાસ કરીનેપણ ડિપ્રેશનને કાબૂમાં રાકી શકે છે.

5.લોકડાઉન પિરિઅડમાં ઘેરબેઠાં ઘણા લોકોનું વજન વધી ગયું છે તો કેવા પ્રકારના યોગ કરવાથી વજન ઉતારી શકાય?
અધ્યાત્મનંદ સ્વામી કહેવા પ્રમાણેઆમાટે પણસૂર્યનમસ્કાર બેસ્ટ છે. દરરોજ બે સૂર્યનમસ્કારથી ચાલુ કરો અને ધીમે-ધીમે તેનો આંકડો બેકી સંખ્યામાં વધારતા જાઓ. એકપાદઉત્તાનાસન, દ્વિપાદઉત્તાનાસન, નૌકાસન, દ્રોણાસન, અર્ધપવનમુક્તાસન, પવનમુક્તાસન, કટિઉત્થાસન વગેરે જેવાંયોગાસન કરી શકાય. મહિનામાં 2થી 4 કિલો વજન ઓછું થઈ જશે. પૂર્વી શાહનું કહેવું છે કે, સૌથી અસરકારક સૂર્યનમસ્કાર અને પશ્ચિમોત્તાનાસન છે. આસનો દરરોજ એક કલાક યોગ્ય રીતે કરવામાં આવે તો વજન ઘટાડવામાં ચોક્કસ પરિણામ મળે છે

6. યોગ દિવસમાં કયા સમયે કરવા જોઇએ?
અધ્યાત્મનંદ સ્વામીના જણાવ્યાનુસાર, સૌથી સારો સમય સવારે ખૂલ્લી હવામાં છે. મહિલાઓ સવારે 10થી 11 સમય દરમિયાન પણ યોગ કરી શકે છે. પૂર્વી શાહ માને છે કે, સવારે બ્રાહ્મમુહૂર્ત સમયે અને ખાલી પેટે કરવા વધુ યોગ્ય છે.

7.કોરોનાપોઝિટિવ યોગાસન કરી શકે?
‘હાચોક્કસ કરી શકે’,અધ્યાત્મનંદજીકહેછે,‘કોરોના પોઝિટિવ દર્દીએ પથારીમાં બેસીને ઓમકાર, અનુલોમ-વિલોમ, ઉજ્જઈપ્રાણાયામ અને શિવાનંદ પ્રાણાયામ કરવા. શવાસન પણ ફાયદાકારક નીવડશે.’આવાત સાથે સહમત થતાંપૂર્વી શાહ જણાવે છે કે, દરરોજ 5થી 6 મિનિટ પ્રાણાયામ કરવાથીકોરોનાનાદર્દીનેરાહત મળે છે.અલબત્ત, આપહેલાંવ્યક્તિએ ડૉક્ટરની સલાહ લઈ લેવી જોઈએ.

8. યોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિમાંકેટલો વધારો થાય છે?શરીરમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે?
બંને યોગ પ્રશિક્ષકએકસૂરે એક જ વાત કહેછે કે, યોગ કરવાથી થાક નથી લાગતો અને દિવસભર શરીર ઊર્જાથી ભરપૂર રહે છે. શરીરને પ્રાણવાયુ મળે છે. યોગ નિયમિત એક મહિના સુધી કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિમાંકમસે કમ10%નો વધારો થાય છે. તેમજ યોગ કરવાથી પોઝિટિવિટી આવે છે અને શરીરમાં લચીલાપણું આવે છે.

9. યોગ શીખવા યોગ ઇન્સ્ટ્રક્ટર પાસે જવું જરૂરી છે કે ઓનલાઇન યોગ ક્લાસ જોઇન કરી શકાય?
આમુદ્દેપૂર્વી શાહસ્પષ્ટપણેજણાવે છેકે, યોગ્યજાણકારપ્રશિક્ષક પાસે જ યોગ શીખવાજોઇએ. ઓનલાઇન જોઇને યોગ કરવામાં જો કોઈ પોશ્ચર ખોટું થઈ જાય તો તેની સાઇડ ઇફેક્ટથઈશકેછે. ઓનલાઇન યોગ કરો તો વેબ ઇન્સ્ટ્રક્ટર પોશ્ચર ચેક કરે એવા હોવા જોઇએ.

10. યંગ જનરેશન યોગમાંપણ ફટાફટ પરિણામો ઈચ્છે છે. આ વિશે શું કહેશો?
પૂર્વી શાહનામતેયોગ હંમેશાં આરંભથી અને ધીરજપૂર્વક થાય છે.તેમાંધીમે ધીમે આગળ વધવું જોઈએ.યોગથીચપટીવગાડતાંમાંપરિણામોમળે તેવી અપેક્ષા ન રાખવી જોઇએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pranayama is best for overcoming depression, lungs can be strengthened by Omkar if the corona is positive
Pranayama is best for overcoming depression, lungs can be strengthened by Omkar if the corona is positive
Pranayama is best for overcoming depression, lungs can be strengthened by Omkar if the corona is positive


via news-rs24

No comments:

Post a Comment