રાજ્યમાં રીકવરી રેટ 73.08 % થયો, કુલ 30,773 પોઝિટિવ કેસમાંથી 22,417 દર્દી ડિસ્ચાર્જ થયા, મૃત્યુઆંક 1,790એ પહોંચ્યો - News

Breaking

Artikel Terbaru

Saturday, June 27, 2020

રાજ્યમાં રીકવરી રેટ 73.08 % થયો, કુલ 30,773 પોઝિટિવ કેસમાંથી 22,417 દર્દી ડિસ્ચાર્જ થયા, મૃત્યુઆંક 1,790એ પહોંચ્યો

છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ સરેરાશ 500થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,773 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાથી 22,417 દર્દી સ્વસ્થ ઘરે પરત ફર્યા છે અને 1,790ના વાઈરસના કારણે મોત થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 615 કેસ નોંધાયા છે. તેમજ 18 દર્દીના મોત થયા છે. જ્યારે 379 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં દર્દીઓનો રીકવરી રેટ 73.08 % થયો છે.

રાજ્યનો ડબલિંગ રેટ 15 દિવસથી વધીને 28 દિવસ
હાલ રાજ્યમાં 6566 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેન્ટીલેટર પર છે જ્યારે 6497ની હાલત સ્થિર છે. તેમજ 22417ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1790ના મોત થઈ ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં અગાઉ રીકવરી રેટ 69.40 % હતો જે વધીને હાલ 73.08 % થયો છે અને ડબલિંગ રેટ જે આગાઉ 15 દિવસનો હતો જે હાલ 28 દિવસનો થયો છે. તો ડેથ રેટ જે અગાઉ 6.25% હતો જે ગત અઠવાડીયામાં 3.88% છે

ગઈકાલે કયા જિલ્લામાં કેટલા કેસ અને કેટલા મોત
જ્યારે જિલ્લા મુજબ નોંધાયેલા કેસો અને મોતની વાત કરીએ તો અમદાવાદમાં 214, સુરતમાં 184, વડોદરામાં 47, નવસારીમાં 21, મહેસાણામાં 16,ભાવનગરમાં 14, રાજકોટમાં 12, આણંદમાં 11, કચ્છમાં 11, ગાંધીનગરમાં 9, ભરૂચમાં 8, જામનગરમાં 7, સુરેન્દ્રનગરમાં 7, સાબરકાંઠામાં 7, છોટાઉદેપુરમાં 7,અરવલ્લીમાં 5, પંચમહાલમાં 5, વલસાડમાં 5 અને જૂનાગઢમાં 4 નવા કેસ નર્મદામાં 3, ખેડામાં 3, અમરેલીમાં 3, મોરબીમાં 3, ગીર સોમનાથ, દાહોદ,બોટાદ, પાટણમાં 2-2 અને મહીસાગર, બનાસકાંઠા, તાપી અને અન્ય રાજ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 12, સુરતમાં 2, રાજકોટ,ગાંધીનગર, બોટાદ અને જૂનાગઢમાં 1-1 દર્દીના મોત થયા છે.

છેલ્લા 14દિવસથી રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસ, અમદાવાદમાં 5દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)

કુલ 30,773 દર્દી,1,790ના મોત અને 22,417 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 20,272 1,410 15,479
સુરત 4,242 147 2800
વડોદરા 2074 47 1463
ગાંધીનગર 625 28 452
ભાવનગર 240 13 147
બનાસકાંઠા 169 8 148
આણંદ 193 13 162
અરવલ્લી 192 17 160
રાજકોટ 240 6 116
મહેસાણા 251 10 136
પંચમહાલ 168 15 130
બોટાદ 82 3 67
મહીસાગર 135 2 110
પાટણ 164 15 109
ખેડા 139 5 100
સાબરકાંઠા 166 9 114
જામનગર 190 4 92
ભરૂચ 205 8 98
કચ્છ 141 5 90
દાહોદ 59 0 43
ગીર-સોમનાથ 69 1 47
છોટાઉદેપુર 55 2 37
વલસાડ 93 3 48
નર્મદા 88 0 33
દેવભૂમિ દ્વારકા 20 1 15
જૂનાગઢ 80 2 47
નવસારી 89 1 39
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 119 5 65
મોરબી 16 1 6
તાપી 7 0 5
ડાંગ 4 0 4
અમરેલી 62 5 28
અન્ય રાજ્ય 66 1 8
કુલ 30,773 1,790 22,417


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, The recovery rate in the state was more than 73 percent, total 30,773 positive cases


via news-rs24

No comments:

Post a Comment