ભગવાન જગન્નાથના અંગરક્ષક અનિલ બોડી બિલ્ડિંગમાં 4વાર મિ. ઇન્ડિયા, 7વાર મિ. ઓરિસ્સા રહી ચૂક્યા છે - News

Breaking

Artikel Terbaru

Saturday, June 27, 2020

ભગવાન જગન્નાથના અંગરક્ષક અનિલ બોડી બિલ્ડિંગમાં 4વાર મિ. ઇન્ડિયા, 7વાર મિ. ઓરિસ્સા રહી ચૂક્યા છે

23 જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા બાદ રથ ખેંચતાં એક યુવકની તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ, જે બોડી બિલ્ડર્સ જેવો છે. આ યુવક અનિલ ગોચિકર છે. બોડી બિલ્ડિંગમાં એકવાર મિસ્ટર ઇન્ટરનેશનલ ઇન્ડિયા, 4 વાર મિસ્ટર ઇન્ડિયા અને 7 વાર મિસ્ટર ઓરિસ્સા જીતી ચૂક્યા છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ દેશ માટે બ્રૉન્ઝ મેડલ પણ જીતી ચૂક્યા છે. તેઓ મંદિરમાં ભગવાન જગન્નાથના સેવકોમાંથી એક છે, તેમને ભગવાન જગન્નાથના બોડીગાર્ડ પણ કહેવામાં આવે છે. ઘણાં ઓછાં લોકો જાણે છે કે, ભગવાન જગન્નાથની પોતાની એક વિશેષ અંગરક્ષક સેના છે. તેમને પ્રતિહારી પણ કહેવામાં આવે છે.

અનિલ આ સેનાનો ભાગ છે. તેમના પરિવારની અનેક પીઢીઓ ભગવાન જગન્નાથની આ સેવામાં છે. તેમના પિતાના સ્થાને આ કામ માટે જોડાયેલાં અનિલે 2012માં પહેલીવાર મિસ્ટર ઓરિસ્સાનો ખિતાબ જીત્યો. 2014માં દુબઈમાં બોડી બિલ્ડિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ હાંસલ કર્યો. 2019માં તેમણે બોડી બિલ્ડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

અનિલની બોડી બિલ્ડિંગ ખૂબ જ ખાસ છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ બોડી તેમણે નોનવેજ ખાધા વિના બનાવી છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં અનિલનું કહેવું છે કે, આ એક માન્યતા છે કે, નોનવેજથી જ આવું શરીર પ્રાપ્ત કરી શકાય છે, મેં મારા જીવનમાં ક્યારેય એક ઈંડુ પણ ખાધું નથી. શુદ્ધ શાકાહારી ભોજનથી જ બોડી બનાવ્યું છે.

3000 પ્રતિહારી ભગવાનની સેનામાં-
અનિલ જણાવે છે કે, પ્રાચીનકાળમાં જ્યારે અહીં મંદિરની સ્થાપના થઇ હતી ત્યારે ભગવાનની સંપત્તિ અને પરંપરાઓની રક્ષા માટે એક સેના બનાવવામાં આવી હતી. તેને જ પ્રતિહારી સેના કહેવામાં આવે છે. આ સેના મંદિરની બધી જ વસ્તુઓ અને ભગવાનની રક્ષા માટે હતી. આ સેનામાં વર્તમાનમાં લગભગ 3000 પ્રતિહારી છે. તેમાંથી લગભગ 1200 લોકોને આ રથયાત્રામાં સામેલ થવાની મંજૂરી મળી હતી.

કોરોનાના કારણે વધારે ઉંમરવાળા લોકોને સામેલ કરવામાં આવ્યાં નથી. આ પ્રતિહારિઓને વસવાટ કરવા માટે તત્કાલીન રાજાએ જમીન-જાયદાદ અને મકાન વગેરે ઉપસબ્ધ કરાવ્યાં હતાં. વર્તમાનમાં તો હવે બધું જ મંદિર સમિતિ મેનેજ કરે છે. એટલે, આ પ્રતિહારીઓનું મુખ્યકામ હવે મંદિરની પરંપરાઓની રક્ષા કરવાનું છે.

આ વર્ષે માલદીવમાં થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને મધ્યપ્રદેશમાં થનારી મિસ્ટર ઇન્ડિયા ઇવેન્ટ કોરોનાના કારણે કેન્સલ થઇ છે. અનિલ આ ઇવેન્ટની તૈયારી કરી રહ્યાં હતાં
આ વર્ષે માલદીવમાં થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને મધ્યપ્રદેશમાં થનારી મિસ્ટર ઇન્ડિયા ઇવેન્ટ કોરોનાના કારણે કેન્સલ થઇ છે. અનિલ આ ઇવેન્ટની તૈયારી કરી રહ્યાં હતાં

દૂધ, પનીર અને ચીઝ ડાયટમાં સામેલ છેઃ-
સંપૂર્ણ રીતે વેજિટેરિયન અનિલની ડાયટમાં રોજ 4 થી 5 લીટર દૂધ, બેથી અઢી કિલો ફળ અને અડધો કિલો ચીઝ સામેલ છે. અનિલ જણાવે છે કેસ તેમના ઘરનું મોટું ફ્રીજ હંમેશાં ફળ અને શાકભાજીઓથી ભરાયેલું રહે છે. ડાયટ માટે તેઓ મોટાભાગે ફળ અને મિલ્ક પ્રોડક્ટ જ લે છે.

હોટલ અને જિમ ચલાવે છેઃ-
મંદરની સેવા સિવાય અનિલના પરિવારનો હોટલ બિઝનેસ પણ છે, જેમાં તેઓ એક આધુનિક જિમ પણ ચલાવે છે. હોટલ તેમનો પારિવારિક વ્યવસાય છે, પહેલાં પિતાજી ચલાવતાં હતાં, 2006માં તેમના મૃત્યુ બાદ અનિલ અને તેનો ભાઈ જ આ વ્યવસાય સંભાળે છે.

અનિલે 2019માં પણ મિસ્ટર ઇન્ડિયા ઇવેન્ટમાં 70 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યુ છે
અનિલે 2019માં પણ મિસ્ટર ઇન્ડિયા ઇવેન્ટમાં 70 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યુ છે

ભાઈએ બોડી બિલ્ડિંગ શીખવી છેઃ-
અનિલના મોટા ભાઇ સુનીલ પણ નેશનલ લેવલના ખેલાડી રહી ચૂક્યાં છે પરંતુ પારિવારિક જવાબદારીઓના કારણે તેમણે બોડી બિલ્ડિંગ છોડી પારિવારિક વ્યવસાય સંભાળવાનો હતો, જેથી તેમણે બોડી બિલ્ડિંગ છોડી દીધી હતી. ત્યાર બાદ તેમણે અનિલને તેના માટે મોટિવેટ કર્યો. અનિલે 2009માં તેની શરૂઆત કરી. તેઓ જણાવે છે કે, ત્યારે પુરીમાં કોઇ આધુનિક જિમ પણ હતું નહીં. એક મિત્રના જિમમાં જ તેઓ કસરત કરતાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anil Jagannath's bodyguard Anil Body Building 4 times Mr. India, 7 times Mr. Orissa has been


via news-rs24

No comments:

Post a Comment