વિશ્વભરમાં 4.7 કરોડ મહિલાઓ અનવોન્ટેડ પ્રેગ્નેન્સીનો શિકાર; પ્રીમેચ્યોર ડિલીવરી બે ગણી થઈ શકે છે, ભારતમાં એબોર્શનના મામલા 10% વધશે - News

Breaking

Artikel Terbaru

Friday, June 26, 2020

વિશ્વભરમાં 4.7 કરોડ મહિલાઓ અનવોન્ટેડ પ્રેગ્નેન્સીનો શિકાર; પ્રીમેચ્યોર ડિલીવરી બે ગણી થઈ શકે છે, ભારતમાં એબોર્શનના મામલા 10% વધશે

કોરોના વાઈરસ પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે જોખમી બની રહ્યો છે. વિતેલા દિવસોમાં દિલ્હીના વિજેન્દ્ર સિંહ તેમની પ્રેગ્નેન્ટ પત્નીને લેબર પેઈન ઉપડતા એક પછી એક એમ 8 હોસ્પિટલમાં લઈ ગયા, પરંતું કોઈએ કોરોનાના કારણે દાખલ ન કરી. અંતે 15 કલાક પછી તેનું મોત થઈ ગયું.

કંઈક આવું જ પાપુઆ ન્યૂ ગિનીમાં થયું હતું. ત્યાં એક પ્રેગ્નેન્ટ મહિલા સારવાર માટે હોસ્પિટલમાં પહોંચી, તેને બ્લડ પ્રેશરની ફરીયાદ હતી. હોસ્પિટલવાળાઓએ કોરાનાના ડરથી તેને દાખલ ન કરી. અમુક દિવસ પછી તે આંધળી થઈ ગઈ અને તેનું બાળક પણ બચી ન શક્યું.

કોરોનાકાળમાં આ પ્રકારના ઘણા બનાવો સામે આવ્યા છે. સંક્રમણના ડરથી ઘણી મહિલાઓને હોસ્પિટલના બદલે ઘરે જ ડિલીવરીનો પ્લાન બનાવ્યો હતો જે પાછળથી મુસીબત બન્યો. હાલમાં જ બાંગ્લાદેશના ઢાકામાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો.

આ તસવીર પાપુઆ ન્યૂ ગિનીની પોર્ટ મોરેસ્બી જનરલ હોસ્પિટલની છે. અહીં કોરોના સંક્રમિત પ્રેગ્નેન્ટ મહિલાઓ દાખલ છે.

ગ્રામીણ અને સ્લમ વિસ્તારમાં રહેનાર મહિલાઓએ આ દરમિયાન સૌથી વધારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું કારણ સરકારી હોસ્પિટલમાં કોરોનાને કારણે જગ્યા ન મળવી કે બેડ ન હોવો છે. તેઓને સ્થાનિક સારવાર પણ મળી રહી નથી.

સંક્રમણના ડરથી વિશ્વમાં ઘણા એક્સપર્ટ થોડા સમય માટે પ્રેગ્નેન્સી એવોઈડ કરાવની સલાહ આપે છે. કારણ કે સંક્રમણનું જોખમ તો છે જ અને સાથે યોગ્ય સારવાર મળતી નથી. આ સમયે જન્મલેનાર મોટાભાગના બાળકોને રસી પણ આપી સકાતી નથી.

પ્રેગ્નેન્ટ મહિલાઓને ઈન્ટેન્સિવ કેરની જરૂરીયાત
પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને ઘણા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ દરમિયાન બ્લડ ફ્લો, મેટાબોલિઝમ અને હાર્ટ રેટ વધી જાય છે. આ સાથે ઈમ્યુન સિસ્ટમ પણ નબળી પડી જાય છે. આ કારણે શ્વાસ સેવામાં તકલીફ, રેસ્પિરેટરી ડિસિસ અને ઈનફ્લુએન્ઝા જેવી બીમારીનું જોખમ વધી જાય છે.

આ કારણે મહિલાઓને ઈન્ટેન્સિવ કેરની જરૂર પડે છે. એક ઈન્ટરનેશલ સ્ટડી મુજબ 96% કોરોના પોઝિટિવ મહિલામાં ન્યુમોનિયાના લક્ષણો જોવા મળ્યા.

જન્મના સમયે કે જન્મ પછી માતાના સંપર્કમાં આવવાના કારણે ઘણા બાળકો જન્મની સાથે સંક્રમણનો શિકાર બની જાય છે.

ભારતમાં લગભગ 11 ટકા પ્રેગ્નેન્ટ મહિલાઓ ICUમાં
સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ હાલમાં જ અમેરિકામાં કોરોના સંક્રમિત પ્રેગ્નેન્ટ મહિલાઓ ઉપર એક રિસર્ચ કર્યું છે. તે મુજબ 31% પ્રેગ્નેન્ટ મહિલાઓએ કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેમાથી 1.5% ટકા ICUમાં અને 0.5% મહિલાઓને વેન્ટિલેટર ઉપર રખાઈ. તેની સરખામણીમાં માત્ર 6 ટકા નોન પ્રેગ્નેન્ટ (ગર્ભવતી ન હોય તેવી) મહિલા જ હોસ્પિટલમાં દાખલ થઈ. જો ભારતની વાત કરીએ તો 11 ટકા પ્રેગ્નેન્ટ મહિલાઓને ICUમાં રાખવી પડી.

પ્રી મેચ્યોર ડિલીવરી
કોરોનાના કારણે મોટાભાગની મહિલાઓએ પ્રીમેચ્યોર ડિલીવરીનો સામનો કરવો પડશે. કોરોનાકાળ પહેલા વિશ્વભરમાં લગભગ 13.6 ટકા પ્રીમેચ્યોર ડિલીવરી થતી હતી. પરંતુ હવે તે આંકડો બે ગણો એટલે કે 26% થઈ ગયો છે.

સ્ટોરીમાં વિગતો ઉમેરવામાં આવી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
47 million women worldwide suffer unwanted pregnancies; Premature delivery could double, abortion cases in India to increase by 10%


via news-rs24

No comments:

Post a Comment