મથુરમાં ફક્ત બે મંદિરો ઓનલોક થયા; 100 કરોડથી વધુની કમાણીવાળો મુડિયા પૂનો મેળો કેન્સલ, કથાવાચકોનું એડવાન્સ બુકિંગ રદ કરાયું - News

Breaking

Artikel Terbaru

Saturday, June 27, 2020

મથુરમાં ફક્ત બે મંદિરો ઓનલોક થયા; 100 કરોડથી વધુની કમાણીવાળો મુડિયા પૂનો મેળો કેન્સલ, કથાવાચકોનું એડવાન્સ બુકિંગ રદ કરાયું

વૃંદાવનના બિહારી પુરામાં રહેતા 42 વર્ષના પંકજ શર્મા દરરોજ સવારે સ્નાન કર્યા પછી બાંકેબિહારી મંદિરના દર્શના માટે જાય છે. તેઓ આવું છેલ્લા ઘણા વર્ષોથી કરતા આવી રહ્યા છે, દર્શન બાદ તેઓ પાણી પીવે છે. કોરોનાના કારણે મંદિર બંધ થઈ ગયા હોવાથી તેઓ દરરોજ દેહરીને સ્પર્શ કરીને પાછા ફરતા. 13 વર્ષની ઉંમરમાં પિતા અને 20 વર્ષની ઉંમરમાં માતા ગુમાવ્યા બાદ પંકજ કહે છે કે, અમારા ઠાકુર જ હવે માતા-પિતા છે.

મથુરા અને વૃંદાવનમાં હજારો મંદિરો હજી પણ કોરોનાવાઈરસને કારણે બંધ છે.

અત્યારે ફક્ત બે મંદિર ખુલ્યાં છે
વૃંદાવનમાં સેંકડો એવા ભક્તો છે જે મંદિરની દેહરી સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરે છે. 8 જૂન બાદ દેશમાં ઘણા મંદિર ખુલી ગયા, મથુરામાં પણ ખુલ્યાં છે, પરંતુ માત્ર બે. તે પણ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શ્રી દ્વારકાધીશ મંદિર. પાંચ હજારથી વધુ મંદિરવાળા મથુરા, વૃંદાવન, ગોકુળ, બરસાના અને ગોવર્ધનમાં શ્રીબાંકે બિહારી મંદિર, ગોવિંદદેવ જી મંદિર, કૃષ્ણ-બલરામ મંદિર (ઈસ્કોન મંદિર), પાગલ બાબા મંદિર, પ્રેમ મંદિર, નિધિવન મંદિર, રમન રેતી આશ્રમ-મહાવન, શ્રીલાડલી જી મંદિર, બલદેવ મંદિર, મુકુટ મુખરબિંદ સહિત બ્રિજના તમામ નાના-મોટા મંદિરો સામાન્ય લોકો માટે બંધ છે.

વૃંદાવનમાં સેંકડો ભક્તો છે જેઓ મંદિરની દેહરીને સ્પર્શ કરીને તેમના દિવસની શરૂઆત કરે છે

કોરોનાનાં કારણે મુડિયા પૂનો મેળો કેન્સલ
બ્રિજનો મુખ્ય મેળો અને ઉત્તર પ્રદેશ સરકારનો રાજકીય તહેવાર મૂડિયા પૂનો (ગુરુ પૂર્ણીમા) કોરોનાનાં કારણે મનાવવામાં નહીં આવે. એકથી પાંચ જુલાઈ સુધી ચાલનારા મેળામાં ગોવર્ધનમાં એક કરોડથી વધારે લોકો આવતા હતા. સાંકડી ગલીઓવાળા બ્રિજ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય ન હોવાને કારણે આ મેળાને કેન્સલ કરવામાં આવ્યો છે.

મંદિરો બંધ રહેવાને કારણે એકલ-દોકલ ટ્રેવો ચાલવાને કારણે ધાર્મિક પર્યટન પર ટકેલી મથુરાની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. હોટેલો ખાલી પડી છે, પ્રસાદ વાળા, મીઠાઈવાળા, ટેક્સી-ટ્રાવેલ બધાના ધંધા પર અસર થઈ છે. લગભગ ચાર હજાર તીર્થ પુરોહિત પણ યજમાનો વગર ખાલી બેઠા છે.

ઉત્તર પ્રદેશ બ્રિજ તીર્થ વિકાસ પરિષદના ઉપપ્રમુખ શૈલજા કાંત મિશ્રા કહે છે કે આ વિસ્તારમાં એક વર્ષમાં 2.5થી ત્રણ કરોડ લોકો આવે છે. લોકો અહીં લગભગ પાંચ હજારથી વધુ મંદિરોના દર્શન કરે છે, ગોવર્ધનની પરિક્રમા કરે છે. દરરોજ 15 હજાર ગાડીઓ આવે છે. બ્રિજ તીર્થ વિકાસ પરિષદ તીર્થ સ્થાનો પર સુવિધાઓ તૈયાર કરવાનું કામ કરે છે, અત્યારે 42 સ્થાનો પર 300 કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

દરરોજ 5 હજારથી વધુ લોકો ગોવર્ધન પર્વતની પરિક્રમા કરતા હતા.

100 કરોડથી વધારે વેપાર ઠપ
ગુરુપૂર્ણિમા પર યોજાનારા મુડિયા પૂના મેળો મોકૂફ રાખવાના કારણે સૌથી વધારે અસર ગોવર્ધન પર પડી છે. ગોવર્ધનના પ્રમુખ મંદિર દાનધાટીના મુખ્ય સેવાયત પવન કૌશિક કહે છે કે, સામાન્ય રીતે એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચ દિવસમાં આંઠથી 10 લાખ લોકો અને દર મહિને લગભગ 14 લાખ લોકો ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવા આવતા હતા. હવે લોકોએ આવવાનું બંધ કરી દીધું છે. મહિનામાં 60થી 80 લાખ રૂપિયાનો ચઢાવો આવતો હતો, તે પણ હવે લગભગ બંધ છે.

પરિક્રમા માર્ગમા જ લગભગ 200 મંદિર આવે છે, તમામ બંધ છે, તેની સાથે જોડાયેલા સેવાયતો, પૂજારીઓ અને પ્રસાદી વેચતા તમામ વેપાર ધંધા બંધ છે. તેમજ મુડિયા પૂનો પર ગોવર્ધનમાં જ 100 કરોડથી વધુ વેપાર થઈ જતો હતો પરંતુ આ વખતે મેળો કેન્સલ થવાને કારણે ફૂલવાળા, હોટેલોવાળા, રેસ્ટોરાંવાળા, ટેમ્પો-ટેક્સી બધાનો વેપાર ઠપ થઈ ગયો છે.

ગોવર્ધન પર્વતની પરિક્રમા માર્ગ ઉપર કેટલીક દુકાનો ખુલી છે, પરંતુ ગ્રાહકોની ગેરહાજરી છે.

બે મંદિર ખુલ્યાં પરંતુ ભક્તો નથી આવી રહ્યા
મથુરામાં જે બે મંદિરો ખુલ્યા છે ત્યાં બંને મંદિરોમાં પણ ભક્તો નથી આવતા. જન્મભૂમિમાં 20 જૂનના રોજ આરતીના સમય મંદિરના સંચાલન અને સિક્યોરિટીવાળા સિવાય માત્ર 6 લોકો જ વિશાળ હોલમાં હાજર હતા. તેમજ સવારે 10 વાગે ભક્તો માટે ખોલવામાં આવેલા દ્વારકાધીશ મંદિરમાં 10 મિનિટ બાદ જ ભક્તોની લાઈન પૂરી થઈ જાય છે.

શ્રી કૃષ્ણ જન્માસ્થાન સેવા સંસ્થાના મેનેજિંગ કમિટીના સભ્ય ગોપેશ્વર નાથ ચતુર્વેદી કહે છે કે, બ્રજ મંડળની અર્થવ્યવસ્થા જ તીર્થ યાત્રાળુઓ પર ટકેલી છે. દેશ-વિદેશથી લોકો આવતા હતા જે હવે બંધ છે. મોટાભાગના સ્થાનિક લોકો જ મંદિરમાં દર્શન માટે આવે છે.

જન્મભૂમિ 8 જૂનથી ખુલી ગઈ છે, પહેલાં જ્યાં 15-20 હજાર શ્રદ્ધાળુઓ દરરોજ આવતા હતા, અત્યારે એક હજાર ભક્તો ભાગ્યે જ આવી શકે છે. મુડિયા પૂના મેળાના પાંચ દિવસની ચુસ્ત સુરક્ષા હોવા છતાં એક લાખ લોકો દર્શન કરવા માટે આવતા હતા, પરંતુ અત્યારે તે પણ બંધ છે. સેવા સંસ્થાનના 44 રૂમોમાંથી એક પણ બુક નથી થયો, તે ઉપરાંત ભોજનાલયમાં જેમાં 300 લોકો ખાવા માટે આવે છે ત્યાં એક દિવસમાં એક થાળી પણ પીરસાતી નથી.

આ જ પરિસ્થિતિ શ્રી દ્વારકાધીશ મંદિરમાં પણ છે. મંદિરના મીડિયા પ્રભારી રાકેશ તિવારી કહે છે કે, અત્યારે મંદિર માત્ર દિવસમાં બે કલાક સવારે 10થી 11 અને સાંજે 6થી 7 વાગ્યા સુધી ખુલે છે. લોકડાઉન પહેલાં આઠથી 10 હજાર શ્રદ્ધાળુઓ દરરોજ આવતા હતા પરંતુ અત્યારે 100થી 150 લોકો જ આવી રહ્યા છે. અહીં આવનાર મોટાભાગના લોકો વૃદ્ધો હોય છે, તેમને કોરોનાનું જોખમ વધારે છે, મનમાં ડર છે એટલા માટે તેઓ મંદિરમાં આવવાનું ટાળી રહ્યા છે.

લોકડાઉન પહેલાં,અહીં દર 20 હજાર શ્રદ્ધાળુઓ આવતા હતા, હવે એક હજાર પણ મુશ્કેલીથી આવી રહ્યા છે.




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Only two temples in Mathur were unlocked; Mudia Poono fair with over Rs 100 crore canceled, advance booking of storytellers canceled


via news-rs24

No comments:

Post a Comment