ઘ રોડ પર 6/7 ખાતે અકસ્માતમાં વાવોલમાં રહેતાં અને ડબલ મર્ડર કેસમાં ગુનેગાર યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. સે-6 ખાતે માતા-પુત્રીના ડબલ મર્ડર કેસમાં સજા ભોગવતો યુવક પેરોલ પર બહાર આવ્યો હતો, જેનું શુક્રવારે હત્યાના સ્થળથી અડધા કિલોમીટર દૂર જ રોડ અકસ્માતમાં મોત થયું હતું.
ડોક્ટર યુવતી અને તેના માતાની હત્યા થઈ હતી
વાવોલ રહેતો 34 વર્ષીય શશીકાંત રતિલાલ મકવાણા સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે સે-7 તરફથી ઘ રોડ પર આવ્યો હતો. આ સમયે ઘ-2 તરફથી આવતી ઈકો કારે બાઈકને અડફેટે લીધું હતું. જેમાં રોડ પર પટકાયેલા શશીકાંતને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતને પગલે ઈકો ગાડીનો ચાલક ગાડી મુકીને ફરાર થઈ ગયો હતો. સેક્ટર-7 પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને અકસ્માત અંગે ગુનો નોંધ્યો હતો. એપ્રિલ 2011માં સેક્ટર-6-સી ખાતે રહેતી ડોક્ટર યુવતી અને તેના માતાની હત્યા થઈ હતી.
કોર્ટે ચારને આજીવન કેદની સજા ફટકારી હતી
હત્યાના એક મહિના પછી યુવતીના લગ્ન હોવાના કારણે ઘરમાં દાગીના અને રોકડા પૈસા હતા. જેને પગલે પાડોશમાં રહેતાં યુવક સહિત 4 મિત્રોએ પ્લાન બનાવીને માતા-પુત્રીની હત્યા કરીને 9 લાખથી વધુની મત્તાની લૂંટ કરી હતી. 2017માં કોર્ટે મૃતક શશીકાંત મકવાણા સહિત ચારને આજીવન કેદની સજા ફટકારી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment