26 જૂન 2019ના રોજ બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકારને 27 દિવસ જ થયા હતા. આ તારીખનો ઉલ્લેખ એટલા માટે કર્યો કારણ કે આ એ જ તારીખ હતી જ્યારે અમતિ શાહ ગૃહમંત્રી બન્યા પછી પહેલી વખત બે દિવસ માટે જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા હતા.
ત્યારબાદ 5 ઓગસ્ટ, 2019ના રોજ અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવીને જમ્મુ કાશ્મીરને મળેલી અલગ સ્વાયત્તા અને અધિકાર હટાવી લીધા હતા. હવે કાશ્મીરમાં માત્ર એક જ અધિકાર હતો જે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવતો હતો.
26 જૂનથી માંડી 5 ઓગસ્ટ વચ્ચે ઘણી ઘટના બની હતી. 26-27 જૂને અમિત શાહની મુલાકાતના એક મહિના પછી 24 જૂલાઈએ NSA અજીત ડોભાલ સીક્રેટ મિશન પર શ્રીનગર ગયા હતા. તેમના પાછા આવતાની સાથે જ સરકારે ઘાટીમાં 10 હજારથી વધુ જવાનોને તહેનાત કર્યા હતા. અમરનાથ યાત્રિઓ અને પર્યટકોને ઝડપથી ઘાટીથી પાછા જવાની એડવાઈઝરી જાહેર કરી હતી. 30 વર્ષમાં આવું પહેલી વખત બન્યું હતું જ્યારે કેન્દ્ર સરકાર તરફથી આવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.
દેશને લાગી રહ્યું હતું કે રાજ્યના લોકોનો વિશેષઅધિકાર આપતો અનુચ્છેદ 35-Aને હટાવી દેવાશે. પણ મોદી સરકારે એક ડગલું આગળ જઈને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારો અનુચ્છેદ 370 જ હટાવી દીધો હતો. ત્યારબાદ 24 કલાકની અંદર જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવાયા હતા.
અનુચ્છેદ 370 એક એવો જ વાયદો હતો, જેને ભાજપ પહેલાથી જ કરતી આવી હતી. એપ્રિલ 1980માં બનેલી ભાજપે 1984માં પહેલી લોકસભા ચૂંટણી લડી હતી. ત્યારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદથી ભાજપે 10 ચૂંટણી લડી અને તેમાંથી 9 વખત મેનિફેસ્ટોમાં આ જ વાયદો કર્યો હતો.
જે વાયદો અટલ-અડવાણીના સમયથી કરવામાં આવી રહ્યો છે, તેને 35 વર્ષ બાદ મોદી સરકારે પુરો કર્યો છે
સારી વાત તો એ છે કે 370 હટાવ્યા બાદ કોઈ મોટો હુમલો થયો નથી જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ના નાબૂદ થયા બાદ ઘણી જગ્યાએ વિરોધ દેખાવો થયા. એકલા કાશ્મીરમાં જ 5 ઓગસ્ટથી માંડી 18 ઓગસ્ટ વચ્ચે 4 હજારથી વધારે લોકોની ધરપકડ કરાઈ હતી. પણ સારી વાત તો એ હતી કે 70 વર્ષ જૂના અનુચ્છેદ 370ના નાબૂદ થયા બાદ કોઈ મોટો હુમલો કે દેખાવ નહોતા થયા. જો કે આંતકવાદીઓએ તેનાથી ડરીને ઘણા બિન કાશ્મીરી મજૂરોની હત્યા જરૂર કરી હતી.
ગૃહ મંત્રાલયે ગત વર્ષે 3 ડિસેમ્બરે લોકસભામાં જવાબ આપતા જણાવ્યું હતું કે, 5 ઓગસ્ટ બાદ આતંકીઓએ 19 લોકોની હત્યા કરી દીધી હતી. જેમાં બિન-કાશ્મીરી મજૂર અને સામાન્ય નાગરિક સામેલ હતા. મોદી સરકારના આ નિર્ણયનું અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂટાન, ફ્રાન્સ, ઈઝરાયલ, માલદીવ, શ્રીલંકા, થાઈલેન્ડ, યુએઈએ તેને ભારતનો આંતરિક મામલો ગણાવીને સમર્થન કર્યું હતું. જો કે, ચીન અને પાકિસ્તાને તેનો વિરોધ કર્યો હતો.
1989થી ભાજપ રામ મંદિરનો વાયદો કરી રહી હતી, આ વખતે સુપ્રીમ કોર્ટમાં કેસનો નિવેડો આવ્યો
1989માં ભાજપે બીજી લોકસભા ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેને મેનિફેસ્ટોમાં રામ મંદિરનો વાયદો પણ કર્યો હતો. 2019ની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપે મેનિફેસ્ટોમાં વાયદો કર્યો હતો કે, બંધારણનું ઉલ્લંઘન ન થયા તે રીતે ઝડપથી રામ મંદિરના નિર્માણની સંભાવનાઓની તપાસ કરાશે. મોદી સરકારના પાછા આવતાની સાથે જ 6 ઓગસ્ટે અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી શરૂ થઈ ગઈ હતી. 40 દિવસ ચાલેલી સુનાવણી બાદ નિર્ણય પણ આવી ગયો હતો. 134 વર્ષ જૂનો મામલો જે ગુંચવાતો જઈ રહ્યો હતો, તેનો 40 દિવસની સુનાવણીમાં નિવેડો આવી ગયો હતો.
9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યાની 2.77 એકર વિવાદીત જમીન રામ મંદિર નિર્માણ માટે આપી દીધી હતી. આ નિર્ણય આવ્યો તો સુપ્રીમ કોર્ટમાંથી પણ તેને મોદી સરકારની સિદ્ધી સાથે જોડી દેવાયો હતો. મોદી અને શાહના આ નિર્ણય બાદ ઝારખંડ અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રામ મંદિરના નિર્ણયને પોતાની સિદ્ધી ગણાવી દીધી હતી. જો કે, તેમ છતા પણ ભાજપે ચૂંટણી જીતી ન હતી.
આમા સારી વાત એ હતી કે આટલો મોટો નિર્ણય આવ્યા પછી પણ દેશમાં ન હુલ્લડ થયા અને ન કોઈ મોટી હિંસા થઈ હતી. આટલું જ નહીં ક્યાંય નાની મોટી અથડામણનો સમાચાર પણ નહોતા આવ્યા. આ બધુ એટલા માટે શક્ય બન્યું કારણ કે સરકારે પહેલાથી જ તૈયારી કરી લીધી હતી. નિર્ણય આવ્યા પહેલા જ ઉત્તરપ્રદેશના અયોધ્યા અને લખનઉમાં પેરામિલેટ્રી ફોર્સ અને પોલીસના હજારો જવાન તહેનાત કરી દેવાયા હતા.સીસીટીવી કેમેરા અને ડ્રોનથી દેખરેખ કરવામાં આવી. ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, જમ્મુ-કાશ્મીરના તમામ સંવેદનશીલ વિસ્તારમાં અલર્ટ જાહેર કરાયું છે. ઠેર ઠેર પોલીસ તહેનાત કરી દેવાઈ હતી.
સુપ્રીમ કોર્ટના નિર્ણયનું આખા દેશે સ્વાગત કર્યું હતું. મુસ્લિમ સંગઠને પણ આ નિર્ણયને સ્વીકાર્યો હતો. ત્યારબાદ સરકાર 1400 વર્ષ જુની ત્રણ તલાક પ્રથાને ખતમ કરવા માટે મુસ્લિમ મહિલા બિલ લઈને આવી. આ બિલ 2 વર્ષમાં 2 વખત લોકસભામાં તો પાસ થઈ ગયું પણ રાજ્યસભામાં અટવાઈ ગયું હતું.
પછી જ્યારે ફરી મોદી સરકાર સત્તામાં આવી તો 25 જૂલાઈએ થોડા ફેરફાર સાથે બિલ લોકસભામાં રજુ થયું અને પાસ થઈ ગયું. પછી 30 જૂલાઈએ આ બિલ રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું અને 31 જૂલાઈએ તે કાયદો બની ગયો હતો. આ કાયદા હેઠળ ત્રણ તલાક હવે ગેર કાયદે છે. ત્રણ તલાક આપવા અંગે દોષિત પતિને ત્રણ વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. સાથે જ હવે મુસ્લિમ મહિલાઓ પોતાના માટે અને બાળકો માટે પણ ભરણ પોષણ પણ માંગી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment