લદાખ સરહદે ચીને સૈનિકોની સંખ્યા વધારતા બંને દેશના સૈનિકો વચ્ચે ધક્કા-મુક્કી થતા પરિસ્થિતિ તંગ - News

Breaking

Artikel Terbaru

Saturday, May 30, 2020

લદાખ સરહદે ચીને સૈનિકોની સંખ્યા વધારતા બંને દેશના સૈનિકો વચ્ચે ધક્કા-મુક્કી થતા પરિસ્થિતિ તંગ

ચીન પૂર્વ લદાખ સરહદ પર તણાવનો ભલે ઈનકાર કરતું હોય પરંતુ તેણે અહીં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં સેટેલાઈટ તસવીરોના હવાલાથી દાવો કરાયો છે. ચીને પેન્ગોંગ ત્સા તળાવ અને ગોગરા વિસ્તારમાં સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. ભારતે પણ પોતાના સૈનિકોની સંખ્યા વધારીને સ્થિતિ પર નજર રાખવાનું શરૂ કર્યું છે. ભારતની ગોગરા પોસ્ટની નજીક ચીનના સૈનિકો પોઝિશનની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. પીપલ્સ લિબરેશન આર્મીએ ગોગરા પોસ્ટથી 11 કિમી ઉત્તર-પશ્ચિમ દિશામાં સૈનિક વાહનોનો પણ ખડકલો કર્યો છે. સૂત્રો અનુસાર ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર 5,000 સૈનિકો તૈનાત કર્યા છે. ઉલ્લેખનીય છે કે 5 અને 6 મેના રોજ પેન્ગોંગ ત્સા વિસ્તારમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ધક્કા-મુક્કી પછી સરહદ પર તણાવ બનેલો છે.

વાટાઘાટો ચાલુ છેઃ રાજનાથ સિંહ
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ મુદ્દે જણાવ્યું કે ચીન સાથે કુટનૈતિક સ્તરે વાટાઘાટો ચાલુ છે. મોદી સરકારના 2.0ના કાર્યકાળને એક વર્ષ પૂરું થતાં શનિવારે રાજનાથ સિંહે એક ટીવી ચેનલ સાથેની વાતચીતનો વીડિયો ટિ્વટ કર્યો છે, જેમાં તેઓ કહે છે ચીન સાથે જે તણાવ પેદા થયો છે તેને ઉકેલવાના પ્રયાસ ચાલુ છે. બંને દેશ તણાવ આગળ ન વધે તેવું ઈચ્છી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


via news-rs24

No comments:

Post a Comment