પાલનપુરમાં કોરોનાથી પરિવારના મોભીનું મૃત્યુ થયું એટલે પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી, ડીસા આરોગ્ય વિભાગે અંતિમ સંસ્કાર કર્યાં - News

Breaking

Artikel Terbaru

Saturday, May 30, 2020

પાલનપુરમાં કોરોનાથી પરિવારના મોભીનું મૃત્યુ થયું એટલે પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી, ડીસા આરોગ્ય વિભાગે અંતિમ સંસ્કાર કર્યાં

પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યા બાદ અત્યંત કરુણ દાસ્તાન સર્જાઈ હતી. ડીસાના સદરપુર ગામના એક પરિવારના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સારવાર વખતે મૃત્યુ થયું હતું. જોકે, આ વૃદ્ધના ભાઈ અને પુત્રે મૃતદેહ સ્વીકારવાની ના પાડીને ફોન પણ સ્વિચ ઑફ કરી દીધો હતો. છેવટે આ અંગે ડીસા નાયબ કલેક્ટર અને મામલતદારે વચ્ચે પડીને પરિવારને બોલાવ્યો હતો, પરંતુ તેઓ અર્ધબળેલો મૃતદેહ છોડીને જતા રહ્યા હતા. આખરે ડીસા આરોગ્ય વિભાગના અધિકારીએ મૃતદેહના અર્ધબળેલા હિસ્સા ભેગા કરીને વૃદ્ધનો અંતિમ સંસ્કાર કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mobhi of the family died from Corona, the family refused to accept the body


via news-rs24

No comments:

Post a Comment