મુંબઈમાંથી પાકિસ્તાનની મદદ કરતું ટેલિફોન એક્સચેન્જ પકડાયું, સેનાની મહત્ત્વની માહિતી પહોંચાડાતા હતા - News

Breaking

Artikel Terbaru

Saturday, May 30, 2020

મુંબઈમાંથી પાકિસ્તાનની મદદ કરતું ટેલિફોન એક્સચેન્જ પકડાયું, સેનાની મહત્ત્વની માહિતી પહોંચાડાતા હતા

મુંબઈ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક નકલી ટેલિફોન એક્સચેન્જ (વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ-વીઓઆઈપી) પકડી પાડ્યું છે. તેને ચલાવી રહેલા વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાઈ છે. આ એક્સચેન્જની મદદથી પાકિસ્તાનથી આવતા ફોન કોલ્સને લોકલ કોલમાં બદલવામાં આવતા હતા. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા બાબતો સાથે જોડાયેલા લોકોને કોલ કરીને સેનાની માહિતી મેળવવાનો પ્રયાસ કરાતો હતો.

શંકાસ્પદ કોલ્સ થતાં તપાસ ચાલુ કરી હતી
આ એક્સચેન્જની મદદથી સેના અને સુરક્ષાદળોના કાફલાની માહિતી મેળવવામાં આવતી હતી, જેથી પુલવામા જેવા હુમલા કરી શકાય. સૂત્રોએ જણાવ્યું કે મિલિટરી ઈન્ટેલિજન્સની સૂચનાના આધારે મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. આ એક્સચેન્જમાંથી જમ્મુ-કાશ્મીરમાં સેના સાથે જોડાયેલા ડિફેન્સના લોકોને ફોન કરીને જાસૂસી કરવામાં આવતી હતી. ચાલુ મહિને જમ્મુ-કાશ્મીરમાં તૈનાત અનેક સૈન્ય અધિકારીઓને આવેલા શંકાસ્પદ ફોન કોલના આધારે તપાસ કરાઈ હતી.

વિદેશી ફોનને લોકલ કન્વર્ટ કરતા હતા
4 ચાઈનીઝ સિમબોક્સ, 191 સિમકાર્ડ, લેપટોપ મોડેમ, કનેક્ટરની મદદથી એક્સચેન્જ ચલાવાતું હતું. આ સિમબોક્સ બદલાતા IMEI નંબરનો ઉપયોગ કરે છે, ટ્રેક કરી શકાતું નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


via news-rs24

No comments:

Post a Comment