ઐતિહાસિક નગર વડનગરમાંથી બૌદ્ધ ધર્મના વધુ અવશેષો મળી આવ્યા છે. છેલ્લા એક સપ્તાહથી હાથ ધરાયેલા પુનઃ ઉત્ખનન દરમિયાન સમાધિ અવસ્થામાં સાતમી-આઠમી સદીનું બૌદ્ધ ભિક્ષુકનું હાડપિંજર તેમજ ત્રીજી-ચોથી સદીનો સાંકેતિક બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો છે. જોકે, હાડપિંજર બૌદ્ધ સાધુ કે કોઇ સામાન્ય વ્યક્તિનું છે તેની વિગત ડીએનએ પછી જાણી શકાશે. જ્યારે સાંકેતિક સ્તૂપ પરથી કોઈ અવશેષ મળ્યા નથી તેની ઉપર ડૂમ પણ નથી.
આ હાડપિંજર કોનું છે તે જાણવા ડીએનએ ટેસ્ટ કરાશે
વડનગરમાં ધરબાયેલા ઇતિહાસને ઉજાગર કરવા વર્ષ 2005થી ઉત્ખનન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ઘાસકોળ દરવાજા, અમરથોળ દરવાજા વિસ્તારમાંથી સંપૂર્ણ સ્તૂપ મળી આવ્યા છે. તો તારંગા ટેમ્પલ વિસ્તારમાંથી પણ અનેક સ્તૂપ અને ગુફાઓ મળી આવી છે. પુરાતત્વ વિભાગ દ્વારા વડનગરમાં પુન: 17 મેથી ઉત્ખનન હાથ ધરાયું છે. જેમાં સારેગામા સર્કલ પાસે ખોદકામ દરમિયાન સમાધિ અવસ્થામાં સાતમી-આઠમી સદીનું બૌદ્ધ ભિક્ષુકનું હાડપિંજર મળી આવ્યું છે. આ હાડપિંજર કોનું છે તે જાણવા ડીએનએ ટેસ્ટ કરાશે તેમ પુરાતત્વ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. ઉપરાંત, ત્રીજી-ચોથી સદીનું 2*2 મીટરનો બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો છે, જેની અંદર એક 40 સેમીની કુંડી પણ છે. જોકે, આ સ્તૂપમાંથી કોઈ અવશેષો મળ્યા નથી.
ધનની લાલચમાં આ સ્તૂપ તોડી નાખ્યા હોઈ શકે
પુરાતત્વ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, સાંકેતિક સ્તૂપ ઉપર ડૂમ નથી. આ સ્તૂપમાં બૌદ્ધ સાધુના નિધન બાદ અસ્થી રાખવામાં આવતા હશે. જોકે, અહીંથી કોઈ અવશેષો મળ્યા નથી. બૌદ્ધ સાધુઓના ગયા બાદ ધનની લાલચમાં આ સ્તૂપ તોડી નાખ્યા હોઈ શકે. આ અગાઉ તારંગા ગીરીકંદરામાંથી પણ અનેક સ્તૂપ મળી આવ્યા હતા. જેમાંથી પણ હાડપિંજર અને રાખ મળી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment