રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 14000ને પાર, જ્યારે મૃત્યુઆંક 858એ પહોંચ્યો, 67 દર્દી વેન્ટીલેટર પર - News

Breaking

Artikel Terbaru

Sunday, May 24, 2020

રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 14000ને પાર, જ્યારે મૃત્યુઆંક 858એ પહોંચ્યો, 67 દર્દી વેન્ટીલેટર પર

રાજ્યમાં દરરોજ કોરોના પોઝિટિવની સંખ્યા સરેરાશ 300થી વધુની થઈ ગઈ છે. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કેસનો આંકડો 14063 થઈ ગયો છે જ્યારે મૃત્યુઆંક 858એ પહોંચ્યો છે. હાલમાં 67 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસો તેમજ મૃત્યુઆંકમાં સૌથી વધારે અમદાવાદના દર્દીઓ સામેલ છે. અમદાવાદમાં પણ કેસનો આંકડો 10280એ પહોંચ્યો છે જ્યારે સારવાર દરમિયા મૃત્યુપામનાર દર્દીઓની સંખ્યા 697 થઈ છે. રાજ્યમાં દરરોજ કોરોનાના કારણે 20થી 30 દર્દીઓના મોત થાય છે.
રાજ્યમાં કુલ 1,82,869 ટેસ્ટ, 63 દર્દી વેન્ટીલેટર પર
આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે. નવા નોંધાયેલા 29 મૃત્યમાંથી 8 દર્દીના કોરોનાથી અને 21ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણ મોત થયા છે. હાલ કુલ 14,063 દર્દીમાંથી 67 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 6,726 દર્દીની હાલત સ્થિર છે અને 858ના મોત થઈ ચૂક્યા છે. તેમજ ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,82,869 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 14063ના રિપોર્ટ પોઝિટિવ અને 1,68, 806ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ગઇકાલે કયા જિલ્લામાં કેટલા નવા કેસ
જ્યારે 394 નવા કેસનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 279, સુરતમાં 35, વડોદરામાં 30, સાબરકાંઠામાં 14, ગાંધીનગરમાં 11, રાજકોટમાં 5, દાહોદમાં 4 ખેડામાં 3, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, અન્ય રાજ્યમાં 2-2 જ્યારે ભાવનગર, આણંદ, અરવલ્લી, જામનગર અને વલસાડ માં 1-1 કેસ નોંધાયા છે.
છેલ્લા26દિવસથીરાજ્યમાં 300થી વધુ અને 25દિવસથી અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4મે 376 (259)
5મે 441(349)
6મે 380 (291)
7મે 388 (275)
8મે 390 (269)
9મે 394(280)
10મે 398 (278)
11મે 347 (268)
12મે 362 (267)
13મે 364 (292)
14મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)
23 મે 396(277)
24 મે 394(279)

કુલ 14,063દર્દી, 858ના મોત અને 6412ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 10280 697 4051
સુરત 1320 61 897
વડોદરા 836 35 497
ગાંધીનગર 221 10 114
ભાવનગર 115 8 91
બનાસકાંઠા 99 4 78
આણંદ 91 9 75
અરવલ્લી 99 3 77
રાજકોટ 92 2 55
મહેસાણા 101 4 55
પંચમહાલ 74 6 63
બોટાદ 56 1 54
મહીસાગર 81 1 41
પાટણ 71 4 30
ખેડા 62 3 30
સાબરકાંઠા 77 3 20
જામનગર 47 2 31
ભરૂચ 37 3 28
કચ્છ 64 1 12
દાહોદ 36 0 18
ગીર-સોમનાથ 44 0 21
છોટાઉદેપુર 22 0 21
વલસાડ 19 1 4
નર્મદા 15 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 11
જૂનાગઢ 26 0 4
નવસારી 15 0 8
પોરબંદર 6 0 4
સુરેન્દ્રનગર 23 0 3
મોરબી 3 0 2
તાપી 6 0 2
ડાંગ 2 0 2
અમરેલી 4 0 0
અન્ય રાજ્ય 7 0 0
કુલ 14,063 858 6412


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, The number of positive cases in the state crossed 14000, while the death toll reached 858


via news-rs24

No comments:

Post a Comment