દેશમાં 1.2 લાખ દર્દી 42 દિવસમાં વધ્યા, અમેરિકામાં 10 દિવસ લાગ્યા હતા - News

Breaking

Artikel Terbaru

Sunday, May 24, 2020

દેશમાં 1.2 લાખ દર્દી 42 દિવસમાં વધ્યા, અમેરિકામાં 10 દિવસ લાગ્યા હતા

ભારત સૌથી વધુ કોરોના દર્દીઓ ધરાવતો 10મો દેશ બની ગયો છે. દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 1,34,568 થઈ ગઈ. અત્યાર સુધી 1.34 લાખ દર્દીઓ ધરાવતું ઈરાન 10મો સૌથી ચેપગ્રસ્ત દેશ હતો પણ રાહતના સમાચાર એ છે કે ભારતમાં દર્દીઓ વધવાની ઝડપ સૌથી વધુ દર્દીવાળા તમામ 9 દેશોમાં ઓછી રહી છે. ભારતમાં 10 હજારથી 1.3 લાખ દર્દી થવામાં 42 દિવસ લાગ્યા છે જ્યારે અમેરિકામાં ફક્ત 10 દિવસ લાગ્યા હતા. યુરોપિયન દેશોમાં 22થી 28 દિવસ લાગ્યા હતા.
યોગ્ય સમયે લૉકડાઉન લગાવવાથી કોરોનાનો ફેલાવો કાબૂમાં આવ્યો
ભારતમાં હવે 13 દિવસમાં દર્દી બમણા થઇ રહ્યા છે. દર્દી બમણા થવાનો દર લૉકડાઉનથી પહેલાં ફક્ત 3.4 દિવસ હતો. એક સપ્તાહ પહેલાં તે 12 દિવસ હતો. તેના પર કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે યોગ્ય સમયે લૉકડાઉન લગાવવાથી કોરોનાનો ફેલાવો કાબૂમાં આવ્યો છે. લૉકડાઉન ન હોત તો અત્યાર સુધી 50 લાખથી વધુ દર્દી થઈ જતા. કેન્દ્રીય અધિકારીઓએ કોરોનાના અનિયંત્રિત ફેલાવાથી ઈનકાર કરતાં કહ્યું કે 70 ટકા દર્દી ફક્ત 10 શહેરોમાં છે.એટલા માટે આગળ પણ સ્થિતિને કાબૂમાં રાખવી મુશ્કેલ નહીં હોય. કોરોના સંકટનો સામનો કરવા માટે બનેલા એમ્પાવર્ડ ગ્રૂપ-1ના ચેરમેન વી.કે.પોલે કહ્યું કે મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે, જે સારા સંકેત છે. પહેલાં આ દર 3.13 ટકા હતો હવે 3.02 ટકા પર આવી ગયો છે.

મહારાષ્ટ્રમાં 1 દિવસમાં સૌથી વધુ 3041 દર્દી, આંકડો 50 હજારને પાર

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીની સંખ્યા 50,231 થઈ ગઈ છે. તેમાંથી 33,988 સક્રિય દર્દી છે. રવિવારે મહારાષ્ટ્રમાં 3041 નવા દર્દી મળ્યા, જે એક દિવસનો સૌથી મોટો આંકડો છે. 1725 દર્દી ફક્ત મુંબઈમાં મળ્યા. રાજ્યમાં મૃત્યુ પામનારાની સંખ્યા પણ 1635 થઈ ગઈ છે. રવિવારે 58 લોકો મૃત્યુ પામ્યા છે.
મૃત્યુ : 6 દેશોમાં દર્દી ભારતથી ઓછા, મૃત્યુ વધારે થયા

દેશ દર્દી મૃત્યુ
બેલ્જિયમ 57,092 9,280
મેક્સિકો 65,856 7,179
કેનેડા 83,621 6,355
નેધરલેન્ડ્સ 45,064 5,811
ચીન 82,974 4,634
સ્વિડન 33,188 3,992
  • રશિયા એકમાત્ર દેશ, દર્દી ભારતથી વધુ મૃત્યુ ઓછા થયા છે. રોજ થતાં મૃત્યુમાં ભારત 5માં ક્રમે છે. અમેરિકા, બ્રાઝિલ, ઈંગ્લેન્ડ અને મેક્સિકોમાં ભારતથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે.

10 સૌથી ચેપગ્રસ્ત દેશોમાં રશિયા, તૂર્કી પછી સૌથી ઓછો દર ભારતમાં, અહીં દર 100એ 3 મૃત્યુ

ભારતમાં મૃત્યુદર દુનિયાના 97 દેશોમાં ઓછો છે. અહીં દર 100 દર્દીમાંથી 3 મૃત્યુ પામી રહ્યા છે. વસતી પ્રમાણે જોવામાં આવે તો ભારતમાં દર 10 લાખમાંથી ફક્ત 3 લોકો મૃત્યુ પામ્યા છે. આ દૃષ્ટિએ ભારત 120માં ક્રમે છે. પણ ચિંતાની વાત એ છે કે 10 સૌથી ચેપગ્રસ્ત દેશોમાંથી બ્રાઝિલ અને ભારત જ એવા છે જ્યાં નવા દર્દી સતત વધી રહ્યા છે. બાકી 8 દેશોમાં હવે ઘટી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


via news-rs24

No comments:

Post a Comment