રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં બફારાનું પ્રમાણ વધશે, સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર - News

Breaking

Artikel Terbaru

Saturday, May 30, 2020

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં બફારાનું પ્રમાણ વધશે, સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર

લો-પ્રેશરની અસરોને પગલે આગામી 24 કલાાકમાં રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શકયતા છે, તેમજ હાલમાં રાજ્યમાં પ્રવર્તતા દક્ષિણ-પશ્ચિમનાં ભેજવાળા પવનોને કારણે ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં બપોર સુધી પવનોની વચ્ચે વાદળિયું વાતાવરણ રહેતાં ગરમીથી રાહત રહી હતી. પરંતુ, બપોર પછી તાપમાન વધતાં ગરમીમાં વધારો થયો હતો. અમદાવાદમાં સાંજે 5.30 કલાકે ગરમીનો પારો 41.2 ડિગ્રી નોંધાયો હતો, પણ રિયલ ફીલ 46.0 ડિગ્રી થયું હતું, એટલે કે 41 ડિગ્રી તાપમાન હોવા છતાં લોકોએ 5 ડિગ્રી જેટલી વધુ ગરમીનો અનુભવ કર્યો હતો.

હવામાન વિભાગે વરસાદની આગાહી કરી
દક્ષિણ-પશ્ચિમનાં ભેજવાળા પવનોથી સવારથી બપોર સુધી ગરમીથી રાહત રહેશે, પણ બપોર પછી ગરમીનું પ્રમાણ વર્તાવાની સાથે સાંજ પડતાં રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં બફારાનું પ્રમાણ વધી શકે છે. તેમજ લો-પ્રેશરની અસરોથી રાજ્યમાં પ્રી-મોન્સુન એક્ટીવીટી શરૂ થતાં વરસાદી ઝાપટાથી હળવા વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ક્યાં કેટલી ગરમી?

શહેર ગરમી(સે)
સરેન્દ્રનગર 41.8
અમદાવાદ 41.7
ગાંધીનગર 41
રાજકોટ 41
અમરેલી 40
વડોદરા 40
ભાવનગર 39.5
ભુજ 37.4
સુરત 35.6


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


via news-rs24

No comments:

Post a Comment