વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 852 ઉપર પહોંચી ગઇ છે. જ્યારે સત્તાવાર મૃત્યુઆંક 38 થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 499 લોકો કોરોના મુક્ત થયા છે. જ્યારે 318 દર્દીઓ હજી સારવાર હેઠળ છે. જે પૈકી 8 દર્દી ઓક્સિજન ઉપર છે અને 6 દર્દી વેન્ટીલેટર ઉપર છે
શાકભાજીના વેપારી વાસુદેવ પટેલ પણ કોરોનાગ્રસ્ત
વડોદરા શહેરમાં ઘડિયાળી પોળના અલ્પેશ સોનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રવિવારે તેમના જ્વેલર પુત્ર પંતેશનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બરાનપુરાના વિશાલ અને તેમની શિક્ષિકા પત્ની ડિમ્પલ હાંડેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. રાજમહેલ રોડના શાકભાજીના વેપારી વાસુદેવ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment