આવનાર બે દિવસ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ સહિતના શહેરમાં હિટવેવની આગાહી - News

Breaking

Artikel Terbaru

Sunday, May 24, 2020

આવનાર બે દિવસ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ સહિતના શહેરમાં હિટવેવની આગાહી

રાજ્યમાં એકતરફ કોરોના કહેર વર્સી રહ્યો છે તો બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનો પારો પણ વધી રહ્યો છે. રવિવારના રોજ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમી 42 ડિગ્રીને પાર થઈ ગઈ હતી. અતિ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બપોરના સમયમાં તો ઘરે રહેવું પણ લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ આવનાર બે દિવસ સુધી અમદાવાદ, બનાશકાંઠા, સુરત તેમજ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો હિટવેવની આગારી કરી છે.
અતિ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ પર નુકસાન
છેલ્લા 2 મહિનાથી વધારે સમયથી લોકો કોરોના મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે આ વર્ષે સમગ્ર મે મહિનામાં ગરમીનો પારો પણ દિવસે-દિવસે વધ્યો છે. મહિનાની શરૂઆતથી જ રાજ્યના કેટલાક શહેરોમાં 40થી 42 ડિગ્રી સુધી ગરમી પડી રહી છે. બપોરના સમયે ગરમીથી ઉકળાટ થતા શરીર પરસેવાથી લોથપોથ થઈ જાય છે. અતિ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ પર પણ ખરાબ અસર પડી રહી છે. ત્યાર મહિનાના અંતે પણ ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા બે દિવસ રાજ્યના મોટાભાગના શહેરોમાં હિડવેવની આગાહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In the next two days, the heat wave in the state will increase, the city including Ahmedabad is forecast to hit


via news-rs24

No comments:

Post a Comment