રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉડ્ડીયન મંત્રી ન્યુ દિલ્હીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટમાં કોરોનાના સૌથી ઓછા કેસ હોવા છતાં એક પણ ફ્લાઇટ આપવામાં આવી ન હોવાથી અન્યાય થયો છે. રાજકોટમાં એક પણ ફ્લાઇટને મંજૂરી ન આપતા રોષ વ્યક્ત કર્યો છે. ફ્લાઇટ ન આપતા સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગો પર અસર થઇ રહી છે. સૌરાષ્ટ્રના લોકો રાજકોટથી દેશ અને વિદેશમાં જાય છે. આથી રાજકોટમાં ફ્લાઇટ આપવા માટે રજૂઆત કરી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ જણાવ્યું હતું કે, રાજકોટમાં એક પણ ફ્લાઇટ ન મળતા પત્ર લખવામાં આવ્યો છે. જો 1 જુન પહેલા ફ્લાઇટ શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશુ તેવી ચિમકી ઉચ્ચારી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment