વધુ બે મૃત્યુ થતાં કોરોનાથી 70ના મોત, એક્ટિવ 417 પોઝિટિવમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર - News

Breaking

Artikel Terbaru

Friday, May 29, 2020

વધુ બે મૃત્યુ થતાં કોરોનાથી 70ના મોત, એક્ટિવ 417 પોઝિટિવમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર

કોરોના પોઝિટિવ દર્દીઓનો છેલ્લા ત્રણ દિવસથી વધારો નોંધાતો જાય છે. મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધી કુલ 21584 વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાંથી 1576 દર્દીઓમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે 1091 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. હાલ 417 વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 19 દર્દીઓ બાયપેપ પર અને 70 ઓક્સિજન પર છે. શુક્રવારે મોડિરાત્રે બે વ્યક્તિઓના મોત નીપજતાં મૃત્યુઆંક 70 થયો છે.

મૃતકોના નામ

શુક્રવારે મોડિરાત્રે લગભગ પોણા બે વાગ્યે ગોવિંદભાઈ મુળજીભાઈ સલાત (ઉ.વ.આ.63)રહે.કોસાડ આવાસનું મોત થયું હતું. તેમને 28મીના રોજ દાખલ કરવામાં આવ્યાં હતાં. તેઓ એક્યુટ રેસપિરેટરી ડિસટ્રેસ સિન્ડ્રોમ સહિતની બીમારીથી પીડાતા હતાં.બીજા દર્દીમાં 34 વર્ષીય કલ્પેશ વિરજીભાઈ મારકણાનું મોત નીપજ્યું છે. સમા સોસાયટી હીરાબાગ ખાતે રહેતા કલ્પેશ મારકણાનું કાર્ડિયાક શોકના કારણે મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોના પોઝિટિવ દર્દીઓની કોવિડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


via news-rs24

No comments:

Post a Comment