ક્યારેક દેશ, ક્યારેક ધર્મ તો ક્યારેક વ્યક્તિના નામે 5 મંત્રીઓએ 7 ઉશ્કેરણીજનક નિવેદન આપ્યા, આનાથી સરકારની ફજેતી થઈ - News

Breaking

Artikel Terbaru

Friday, May 29, 2020

ક્યારેક દેશ, ક્યારેક ધર્મ તો ક્યારેક વ્યક્તિના નામે 5 મંત્રીઓએ 7 ઉશ્કેરણીજનક નિવેદન આપ્યા, આનાથી સરકારની ફજેતી થઈ

મોદી સરકાર 2.0નું શનિવારે એક વર્ષ પુરુ થઈ ગયું છે. આ દરમિયાન સરકારની નીતિની સારી વાતો અને ખામીઓ વચ્ચે કેન્દ્રીય મંત્રીઓએ પણ મુશ્કેલી ઊભી કરી હતી. ક્યારેક ધર્મ તો ક્યારેક ઈતિહાસના નામ પર ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા હતા. વિપક્ષી નેતાઓ પર વ્યક્તિગત રીતે હુમલાઓ પણ કર્યા હતા. આનાથી સરકારથી માંડી પાર્ટીની ફજેતી થઈ હતી.

આ આખા વર્ષમાં સૌથી વધારે ઉશ્કેરણીજનક ભાષણ JNU હિંસા, દિલ્હી વિધાનસભા ચૂંટણી અને CAA-NRC આંદોલન દરમિયાન કરાયા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને નોટિસ પણ મળી ગઈ હતી. તો જુઓ આખા વર્ષ દરમિયાન આવા જ ઘણા નિવેદનો સામે આવ્યા હતા...

1. ગિરિરાજ સિંહ, પશુપાલન મંત્રી
સ્થળ- પૂર્ણિયા તારીખ- 19 ફેબ્રુઆરી,2019, પ્રેસ કોન્ફરન્સમાં
‘પૂર્વજોથી ભૂલ થઈ ગઈ, મુસલમાન ભાઈઓને 1947માં પાકિસ્તાન મોકલી દેવાના હતા’
સ્થળ- સહારનપુર, તારીખ- 12 ફેબ્રુઆરી, CAA-NRCની સમર્થન રેલીમાં
‘દેવબંધ આતંકવાદની ગંગોત્રી છે. દુનિયામાં આતંકવાદની ઘટનાઓ દેવબંધ સાથે જોડાયેલી રહી છે.’
સ્થળ- ટ્વીટર, તારીખ- 6 ફેબ્રુઆરી, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં
‘શાહીન બાગ સુસાઈડ બોમ્બરનો જથ્થો બનતો જઈ રહ્યો છે. સુસાઈડ બોમ્બ, ખિલાફત આંદોલન-2થી દેશને સજાગ કરવો પડશે’

ગિરિરાજ સિંહ(67) બિહારની બેગુસરાય બેઠકથી સાંસદ છે. તેઓ 2014માં પહેલી વખત લોકસભા માટે ચુંટાયા હતા.

2. અનુરાગ ઠાકુર, નાણા રાજ્ય મંત્રી
સ્થળ- રિઠાલા, તારીખ- 27 જાન્યુઆરી, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રેલી
‘દેશના ગદ્દારોને... નિવેદન ઘણું વિવાદાસ્પદ રહ્યું હતું. ચૂંટણી પંચે તેમને નોટિસ મોકલીને જવાબ માંગ્યો હતો. બાદમાં 72 કલાક સુધીપ્રચાર કરવા માટે પ્રતિબંધ લગાવી દેવાયો હતો.’

અનુરાગ ઠાકુર(45) હિમાચલ પ્રદેશની હમીરાપુર બેઠકથી સાંસદ છે. તે લોકસભાના 2009 થી સભ્ય છે

3. થાવરચંદ ગેહલોત, સામાજિક ન્યાય તથા સશક્તિકરણ મંત્રી
સ્થળ- મંદસૌર, તારીખ -12 જાન્યુઆરી, CAA-NRCના સમર્થનમાં રેલી
‘ઘણા બધા લોકો કહે છે કે સાહેબ જ્યારે ધાર્મિક આધારે પાકિસ્તાન ઈસ્લામિક રાષ્ટ્ર બની ગયું તો છે તો આપણે અહીંયા મુસ્લિમોને શા માટે રાખ્યા છે, તમામને ત્યાં મોકલી દેવાના હતા અને ત્યાંના હિન્દુઓ, શીખ, ઈસાઈ અને જેટલા પણ હતા, તમામને અહીંયા બોલાવી લેવાના હતા. હવે એ સમયની પરિસ્થિતિના હિસાબથી જે થવાનું હતું, તે થઈ ગયું. પણ જો આવું જ વાતાવરણ રહેશે તો એવી જ સ્થિતિ આપણી સામે પણ આવી શકે છે.’

થાવરચંદ ગેહલોત(72) રાજ્યસભા સાંસદ છે. તે 1996 થી 2009 સુધી લોકસભાના સભ્ય પણ રહ્યા હતા

4. સાધ્વી નિરંજન જ્યોતિ,ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી
સ્થળ- દિલ્હી, તારીખ- 31 ડિસેમ્બર, મીડિયા બ્રિફીંગ દરમિયાન
‘પ્રિયંકા નકલી ગાંધી છે અને તેમને પોતાના નામ સાથે તેમના દાદા ફિરોજ ગાંધીનું નામ જોડીને લખવું જોઈએ’
નિરંજન જ્યોતિએ પ્રિયંકાના આ નિવેદન પર પલટવાર કર્યો હતો.
પ્રિયંકાએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીએ ભગવા ધારણ કર્યા છે. ભગવો તમારો નહીં પણ હિન્દુ ધર્મનો છે, જેમાં હિંસા અને રંજને કોઈ સ્થાન નથી.

સાધ્વી નિરંજન જ્યોતિ(53) ફતેહપુર બેઠક પરથી સાંસદ છે. સાધ્વી 2014થી લોકસભાની સભ્ય છે.

5. સંજીવ બાલિયાન, પશુપાલન, ડેરી અને મત્સ્ય રાજ્યમંત્રી
સ્થળ- મેરઠ, તારીખ-23 જાન્યુઆરી, CAA-NRC સમર્થનમાં રેલી દરમિયાન
JNU અને જામિયા મિલિયામાં દેશ વિરોધી નારાની દવા પશ્વિમ ઉત્તરપ્રદેશના લોકો છે. વેસ્ટ યુપીને આ યુનિવર્સિટીમાં 10 ટકા અનામત આપી દેવામાં આવે તો તે બધાની દવા કરી દેશે


સંજીવ બાલિયાન(47)મુઝફ્ફરનગર બેઠક પરથી સાંસદ છે. 2014માં પહેલી વખત સાંસદ બન્યા

અમિત શાહે પણ સ્વીકાર્યું હતું કે, મંત્રીઓના કારણે દિલ્હી ચૂંટણીમાં હાર મળી છે
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ ‘ગોળી મારો ’ અને ‘ભારત-પાકિસ્તાન’ જેવા નિવેદનો અંગે ગૃહ મંત્રી અમિતશાહે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, અમે સ્વીકારીએ છીએ કે ગોળી મારો અને ભારત-પાકિસ્તાન જેવા નિવેદનો ન થવા જોઈએ.
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, એ વખતે ગિરિરાજ સિંહના નિવેદનો અંગે ગૃહમંત્રી અમિત શાહે ફોન કરીને નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ 17-18 ફેબ્રુઆરીના રોજ સિંહને દિલ્હી બોલાવ્યા હતા અને આવા નિવેદનો ન આપવા માટે સલાહ આપી હતી.

મોદી હંમેશા વાણી, વર્તન, આચાર અને વિચારથી પોતાને બદલવાની વાત કહેતા રહ્યાં
વડાપ્રધાન મોદીએ 2019માં નવનિયુક્ત સાંસદોને કહ્યું હતું કે, આપણો મોહ આપણને સંકટમાં નાંખે છે. એટલા માટે આપણા નવા અને જૂના સાથી આવી વાતોથી બચે કારણ કે હવે દેશ માફ નહીં કરે. આપણી ઘણી જવાબદારીઓ છે. આપણે તેને નિભાવવી જોઈએ. વાણી, વર્તન, આચાર અને વિચારથી આપણે આપણી જાતને બદલવી પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
One Year of Narendra Modi Government/Minister Controversial Statement Update; Sadhvi Niranjan Jyoti, Sanjeev Balyan


via news-rs24

No comments:

Post a Comment