તારીખ 30 મે 2019.... સમય સાંજે 7 વાગ્યે અને જગ્યા ભારતનું રાષ્ટ્રપતિ ભવન. એક ઈતિહાસ બની રહ્યો હતો અને ચૂંટણીમાં મળેલી જીત બાદ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની રહ્યા હતા.
45% જનતાની પ્રથમ પસંદ બનીને નરેન્દ્ર મોદી આગામી 100 દિવસમાં એટલા મોટા નિર્ણય લીધા કે લોકોને લાગવા માંડ્યું કે હવે દેશની તમામ સમસ્યાઓ હલ થઈ જશે. દેશને 5 ટ્રિલિયન ઈકોનોમીનું સપનું બતાવવામાં આવ્યું. કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક રાષ્ટ્ર- એક ધ્વજના વિચાર સાથે મોદીએ ઝડપી પગલાભર્યા તો ઘણી ધારણાઓ તૂટી ગઈ હતી.
અત્યાર સુધી મોદી બીજી ઈનિંગના 365 દિવસ પૂરા કરી ચૂક્યા છે. તો તમામ પરીક્ષા ઉપર એક પરીક્ષા ભારે પડી રહી છે, તે છે અદ્રશ્ય કોરોના વાઈરસની પરીક્ષા. આવનાર દિવસો મુશ્કેલીભર્યા હશે તેવા સંકેતો મળી રહ્યા છે. લોકડાઉન ખુલતા દરેક જીવન નિર્વાહની ચિંતા છે. આવામાં એક એનાલિસિસ ગુગલની મદદથી કર્યું. જેમા 10 મોટી ઘટનામાં માત્ર નરેન્દ્ર મોદી છવાયેલા રહ્યા.
23 મેની જીત અને 30 મેના શપથને એક વર્ષ પૂરું થવાના અવસરે ગુગલ ટ્રેન્ડની મદદથી મોદીની લોકપ્રિયતા જાણી. દરેક ગ્રાફમાં વાદળી લાઈન મોદીની ગુગલ સર્ચમાં લોકપ્રિયતા બતાવે છે.
2. તારીખ 30 જુલાઈ 2019ને મંગળવાર : ત્રણ તલાક બિલ પાસ

3. તારીખ 5 ઓગસ્ટ 2019ને સોમવાર: કાશ્મીરમાંથી 370 અનુચ્છેદ હટાવાયો

4. તારીખ 12 ઓગસ્ટ 2019ને સોમવાર: ડિસ્કવરી ચેનલનો શો Man vs Wild માં મોદીનો નવો અંદાજ

4. તારીખ 12 ઓગસ્ટ 2019ને સોમવાર: ડિસ્કવરી ચેનલનો શો Man vs Wild માં મોદીનો નવો અંદાજ

6. તારખ 9થી 11 ડિસેમ્બર 2019: નાગરિકતા સંશોધન બિલ ઉપર અમલ

7. તારીખ 30 ઓગસ્ટ 2019: 10 મોટી સરકારી બેન્કોનું મર્જર

8. તારીખ 22 માર્ચ 2020ને રવિવાર : જનતા કર્ફ્યુનું પાલન અને થાળી-ઘંટ વગાળવું

9. તારીખ 24 માર્ચ 2020ને મંગળવાર: લોકડાઉનની જાહેરાત

10. તારીખ 12 મે 2020ને મંગળવાર: આત્મનિર્ભર ભારત- 20 લાખ કરોડનું પેકેજ

(સ્ટોરીમાં વિગતો ઉમેરવામાં આવી રહી છે.)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment