વૈદિક જ્યોતિષ પ્રમાણે ગ્રહનું અસ્ત થવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે દર વર્ષે, થોડાં દિવસો માટે આકાશમાં ગ્રહ જોવા મળતાં નથી. કેમ કે, તે સૂર્યની ખૂબ જ નજીક આવી જાય છે. તેને ગ્રહનું અસ્ત અથવા લોપ થવું પણ કહેવામાં આવે છે. 31મેના રોજ શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં અસ્ત થઇ રહ્યો છે. ત્યાર બાદ 9 જૂને સવારે ઉદય થશે. શુક્ર અસ્ત થાય તે દરમિયાન શુભ કામ થઇ શકતાં નથી. બૃહત્સંહિતા ગ્રંથ પ્રમાણે શુક્રના અસ્ત થવાથી ઋતુમાં અચાનક ફેરફાર થાય છે. નૌતપાના ભારે તાપ દરમિયાન દેશમાં અનેક જગ્યાએ વરસાદ થવાની પણ સંભાવના રહે છે.
શુક્ર અસ્ત અને ઉદયનો સમયઃ-
31 મેથી 8 જૂન સુધી સૂર્યથી શુક્રનું અંતર 10 ડિગ્રીથી પણ ઓછું રહેશે. આ સ્થિતિને શુક્રનું અસ્ત થવું કહેવામાં આવે છે. અસ્ત થવા પર શુક્રનો પ્રભાવ ઘટી જાય છે. આ વર્ષે શુક્ર તારો 8 દિવસ માટે અસ્ત થઇ રહ્યો છે. એટલે 9 જૂને સવારે શુક્ર ગ્રહ ઉદય થઇ જશે.
શુક્ર ગ્રહ અસ્ત- 31 મે, રવિવારે સાંજે લગભગ 7 વાગીને 10 મિનિટે
શુક્ર ગ્રહ ઉદય- 9 જૂન, મંગળવારે સવારે લગભગ 4 વાગીને 40 મિનિટે
શુક્રના શુભફળમાં ઘટાડો આવશેઃ-
31 મેના રોજ વૃષભ રાશિમાં શુક્ર ગ્રહના અસ્ત થવાથી તેના પ્રભાવમાં ઓછો થઇ જશે અને શુભફળમાં પણ ઘટાડો આવી જશે. શુક્ર વિલાસિતાનો કારક ગ્રહ છે. માટે, તેના પ્રભાવથી બધી જ રાશિના લોકોને દરેક પ્રકારના સુખમાં ઘટાડો આવી શકે છે. શુક્રના કારણે અનેક લોકોના લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. મુહૂર્ત ચિંતામણિ ગ્રંથ પ્રમાણે શુક્ર અસ્ત થતી વખતે દરેક પ્રકારના શુભ અને માંગલિક કામ થઇ શકતાં નથી. જેમ કે, લગ્ન, ગૃહપ્રવેશ, માંગલિક કામોની ખરીદારી અને અન્ય સંસ્કાર પૂર્ણ થઇ શકતાં નથી. ત્યાર બાદ 9 મેના રોજ શુક્રના ઉદય થવાથી શુભ કામ થઇ શકશે.
લગ્ન, ગૃહપ્રવેશ અને અન્ય શુભકામ થઇ શકશે નહીં-
શુભ અને માંગલિક મુહૂર્તમાં ગુરુ અને શુક્રનું ઉદય રહેવું ખૂબ જ જરૂરી હોય છે. તેના અસ્ત થવાથી કોઇપણ પ્રકારના શુભ અને માંગલિક કામ કરી શકાતાં નથી. 31 મેના રોજ પશ્ચિમ દિશામાં શુક્રના અસ્ત થવાથી લગ્ન, મુંડન, સગાઈ, ગૃહારંભ, ગૃહપ્રવેશ, સૂરજ પૂજા, પ્રોપર્ટી અને અન્ય માંગલિક કામોની ખરીદારી પણ કરી શકાતી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment