છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના વધુ 284 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 822 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 518 દર્દીને રજા આપવામાં આવી હતી. આમ એક દિવસમાં નોંધાયેલા કેસ કરતાં ડિસ્ચાર્જ કરાયેલા લોકોની સંખ્યા લગભગ બમણી હતી. પશ્ચિમ અમદાવાદમાં બે દિવસની રાહત પછી શુક્રવારે મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવતાં તંત્રએ વોર્ડ વાર આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દીધું છે. જેથી નાગરિકો તેમની આસપાસ કેટલા પોઝિટિવ કેસ છે તેનાથી અજાણ રહે. માત્ર નદી પારના પશ્ચિમના વિસ્તારમાં 88 કેસ નોંધાયા છે.
ઓઢવ સહિત અન્ય સાત ઝોનમાં પણ કોરોનાના કેસ
લૉકડાઉન ખૂલ્યા બાદની સ્થિતિ દર્શાવે છેકે, સ્થિતિ વણસી રહી છે. પશ્ચિમ ઝોનમાં માત્ર સાબરમતીમાં જ 22, નારણપુરામાં 12, વાસણા અને પાલડીમાં પણ 7- 7 કેસ નોંધાયા છે. દ.પશ્ચિમ ઝોનના વેજલપુરમાં 10 કેસ સામે આવ્યા છે. દક્ષિણ ઝોનમાં પણ મણિનગરમાં 11, ઇન્દ્રપુરીમાં 9 કેસ સામે આવ્યા છે. ઉત્તર ઝોનમાં પણ બાપુનગરમાં જ 18 કેસ નોંધાયા છે. સૈજપુર બોઘામાં 7 સહિત અન્ય તમામ વોર્ડમાં પણ કેસો નોંધાયા છે. પૂર્વ ઝોનમાં અમરાઇવાડીમાં 9 કેસ ઓઢવ વિસ્તારમાં 7 સહિત તમામ વોર્ડમાં કેસો નોંધાયા છે.
ધનવન્તરી રથ મારફતે 197 પોઝિટિવ કેસ પકડાયા
શહેરમાં 85 જેટલી ધનવન્તરી એમ્બુલન્સ મારફતે શહેરમાં જુદી જુદી જગ્યાએ જઇને લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 197 જેટલા લોકોને કોરોના પોઝીટીવના લક્ષણો જણાંતા તેમને હોસ્પિટલ મોકલાયા છે જ્યારે 95 હજાર લોકોની તપાસ કરી સારવાર આપી છે. મ્યુનિ. દ્વારા ધન્વન્તરી રથ મારફતે શહેરના વિવિધ વિસ્તારમાં 17 મેથી નાગરિકોના આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી છે. જે રથમાં બેઠેલા તબીબો દ્વારા તપાસ કરીને સારવાર આપવામાં આવે છે. જેમમાં ગત 29મી સુધીમાં 95886 લોકોની તપાસ કરાઇ છે. જેમાં તાવ આવતો હોય તેવા 6641 લોકોને દવા આપી છે. સાથે શરદી- ઉધરસ જેવા લક્ષણો હોય તેવા 21381 લોકોને દવા આપવામાં આવી છે. અન્ય રોગ હોય તેવા પણ 67667 લોકોને સારવાર આપવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment