બ્રિટનના સંશોધકોએ કોરોના સંક્રમણ અને આંગળીઓની વચ્ચેકનેક્શ શોધી કાઢ્યું હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, એવા પુરુષો જેમની રિંગ ફિંગર (અનામિકા) લાંબી છે તેમને કોવિડ-19થી મૃત્યુ થવાની શક્યતા ઓછી છે.
ડેઈલીમેલના સમાચારોમાં જણાવ્યા પ્રમાણે, આ દાવો બ્રિટેનની સ્વાનસી યુનિવર્સિટીના સંશોધકોએ 41 દેશોના પુરુષો પર કરવામાં આવેલ રિસર્ચ બાદ કર્યો છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, નાની રિંગ ફિંગરવાળા પુરુષોમાં કોરોનાવાઈરસના સંક્રમણ બાદ હળવા લક્ષણો જોવા મળ્યા.
નાની રિંગ ફિંગર ધરાવતા લોકોમાં મૃત્યુનું જોખમ 30% જેટલું છે
સંશોધકોએ જ્યારે એવા દેશોનું રિસર્ચ કર્યું જ્યાં મોટાભાગના પુરુષોની રિંગ ફિંગર નાની હોય છે. રિસર્ચમાં ખુલાસો થયો કે, આ દેશો કોરોનાથી થતાં સૌથી વધારે મૃત્યુના કેસમાં ટોપ 3માં સામેલ છે. કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા અન્ય દેશોની તુલનામાં 30% વધારે હોવાનું જાણવા મળ્યું છે.
ક્યા કેવી છે રિંગ ફિંગર
રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, બ્રિટન, બલ્ગેરિયા અને સ્પેન એવા 10 દેશો સામેલ છે જ્યાં મોટાભાગના પુરુષોની રિંગ ફિંગર નાની હોય છે. મલેશિયા, સિંગાપોર અને રશિયામાં પુરુષોની રિંગ ફિંગર લાંબી હોય છે. નાની રિંગ ફિંગરવાળા 10 દેશોમાં કોરોનાવાઈરસથી લગભગ 1 લાખ લોકોમાંથી 4.9 લોકો (સરેરાશ) કોવિડ-19 ને કારણે મૃત્યુ પામ્યા છે. લાંબી રિંગ ફિંગરવાળા દેશોમાં આ આંકડો 2.7 ટકા છે. એટલે કે મૃત્યુઆંક લગભગ 50% સુધી ઓછો છે.

સેક્સ હોર્મોન્સ પર આધાર રાખે છે આંગળીની લંબાઈ
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ગર્ભમાં બાળકનું ટેસ્ટોસ્ટેરોનનો વિકાસ વધારે થાય છે તો તેની રિંગ ફિંગર લાબી હોય છે.ટેસ્ટોસ્ટેરોન એ પુરુષોનું સેક્સ હોર્મોન છે. તે શરીરમાં ACE-2 રિસેપ્ટર્સની સંખ્યા વધારીને કોવિડ-19થી લડવામાં મદદ કરે છે. જો કે, રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ રિસેપ્ટર્સની સંખ્યા વધી જાય તો લંગ્સને નુકસાન પહોંચવાનું જોખમ વધી જાય છે.
કેવી રીતે ચેંક કરવી રિંગ ફિંગર નાની છે કે લાંબી?
સૌથી પહેલાં તમારી ઈન્ડેક્સ ફિંગર (તર્જની)ની લંબાઈ મિલીમીટરમાં માપો. ત્યારબાદ તમારી રિંગ ફિંગરની લંબાઈ માપો. હવે ઈન્ડેક્સ ફિંગરની લંબાઈને રિંગ ફિંગર સાથે સરખાવો. તમારી રિંગ ફિંગર નાની છે અથવા લાંબી તે ઈન્ડેક્સ ફિંગર અને રિંગ ફિંગરની લંબાઈના લંબાઈના તફાવતના આધારે નક્કી કરવામાં આવશે. જો આ તફાવત 0.976 અથવા તેનાથી ઓછો ઓછો હોય તો તમારી રીંગ ફિંગર લાંબી છે. જો તે 0.99 અથવા તેનાથી વધારે છે તો તમારી રિંગ ફિંગર નાની છે.
કોવિડ-19થી મહિલાઓ કરતાં પુરુષોને વધારે મૃત્યુનું જોખમ
રિસર્ચમાં સામેલ કરવામાં આવેલ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે કોવિડ-19થી મહિલાઓ કરતાં પુરુષોના મોત વધારે થાય છે. જો કે, વૈજ્ઞાનિકો તેનું કારણ શોધી શક્યા નથી. ઈંગ્લેન્ડ અને વેલ્સનું ઉદાહરણ જોઈ લો, અહીં પ્રતિ 1 લાખમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા પુરુષોની સરેરાશ 97.5 છે. જ્યારે મહિલાઓની સરેરાશ 46.5 છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment