બ્રાઝીલમાં સ્પેન કરતા વધારે મોત થયા, અહીં અમેરિકા પછી સૌથી વધારે 4.68 લાખ દર્દીઓ - News

Breaking

Artikel Terbaru

Friday, May 29, 2020

બ્રાઝીલમાં સ્પેન કરતા વધારે મોત થયા, અહીં અમેરિકા પછી સૌથી વધારે 4.68 લાખ દર્દીઓ

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 60 લાખ 30 હજાર કેસ નોંધાયા છે. જેમાં 3.67 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 26.59 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં સ્પેન કરતા વધારે મોત થયા

બ્રાઝીલમાં 4.68 લાખ કેસ નોંધાયા છે અને 27 હજાર 944 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્પેન કરતા બ્રાઝીલમાં મૃત્યુઆંક વધી ગયો છે. સ્પેનમાં 27 હજાર 121 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્પેનમાં 2.85 લાખ કેસ નોંધાયા છે. બ્રાઝીલ અમેરિકા પછી સૌથી પ્રભાવિત બીજો દેશ છે.

ન્યૂયોર્કને ખોલવાની માંગ કરી રહેલા લોકો.

અમેરિકામાં 24 કલાકમાં 1225ના મોત

કોરોના સંક્રમણથી અમેરિકામાં 24 કલાકમાં 1225 લોકોના મોત થયા છે. અહીં 17 લાખ 93 હજાર 530 કેસ નોંધાયા છે. 1 લાખ 4 હજાર 542 લોકોના મોત થયા છે. 5.20 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.સૌથી વધારે સંક્રમિત રાજ્ય ન્યૂયોર્કને 8 જૂનથી ખોલાશે.ગવર્નર એન્ડ્રયુ ક્યુમોએ ચાર લાખ લોકો કામ પર પરત ફરશે. અહીં બસો અને ટ્રેનોને દરરોજ સાફ કરાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર બ્રાઝીલના રિયો ડી જેનેરિયો સ્થિત કબ્રસ્તાનની છે. દેશમાં 24 કલાકમાં એક હજારથી વધારે લોકોના મોત થયા છે.


via news-rs24

No comments:

Post a Comment