મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1372 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક62 થઈ ગયો છે. ગત રોજ શહેરમાંથી વધુ 39 અને જિલ્લામાંથી 5 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 946 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં શિક્ષક, ડિપ્લોમાંના વિદ્યાર્થી તેમજ ઈંડા, દાણા-ચણા અને કટલેરીની લારી વાળાઓનો સમાવેશ થયો છે.
સિવિલમાં દાખલ 2 દર્દીઓ વેન્ટીલેટર પર
સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ 264 પોઝિટિવ દર્દીઓ પૈકી 55 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 2 દર્દીઓ વેન્ટીલેટર પર, 14 બાઈપેપ પર અને 39 દર્દીઓ ઓક્સિજન પર સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
રાંદેરના શિક્ષક અને લિંબાયતના વિદ્યાર્થીને ચેપ લાગ્યો
રાંદેર ફરીદા કોર્નર એપાર્ટમેન્ટ ખાતે રહેતા સુફીયાન મોહમ્મદ ઢોલકવાલા(31) રાંદેરની અલ ફૈસની સ્કુલમાં શિક્ષક છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમની તપાસ કરાઈ હતી. જેમાં તેમનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે લિંબાયત સંજય નગર ખાતે રહેતો યશ હેમરાજભાઈ સોનકુશરે(19) ડિપ્લોમાંનો અભ્યાસ કરે છે. તેને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા તપાસ કરાઈ હતી. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દાણા ચણા, ઈંડા અને કટલેરીની લારી વાળાઓને પણ ચેપ લાગ્યો
લોકડાઉનમાં છુટછાટ બાદ લારી પર છુટક ધંધો કરી ગુજરાન ચલાવતા લોકોને રાહત થઈ છે. જોકે તેની સામે આવા છુટક ફેરીયાઓમાં સંક્રમણ પણ વધી રહ્યું છે. રવિવારે આવા જ 3 કેસ સામે આવ્યા છે. કોસાડ અવાસમાં રહેતા પ્યારેલાલ બચ્ચા યાદવ(60) દાણા-ચણાની લારી ચલાવે છે. શંકાસ્પદ લક્ષણો બાદ રવિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે રામપુરા મલ્હાર શેરી ખાતે રહેતા હર્ષદભાઈ પ્રાણજીવનદાસ ટેલર(62) રૂધનાથપુરામાં ઈંડાની લારી ચલાવે છે. કોરોનાના લક્ષણો બાદ રવિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોમનાવાડ ખાતે રહેતા શબ્બીર ફિરોઝભાઈ કાંચવાલા(52) કટલેરીની લારી ચલાવે છે. રવિવારે તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment