દેશમાં 62 દિવસ પછી ડોમેસ્ટિકલ ફ્લાઈટની શરૂઆત થઈ છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે 4.45 મિનિટે પુણે માટે પહેલી ફ્લાઈટ રવાના થઈ અને જે 7.30 પુણે પહોંચી ગઈ. આ ફ્લાઈટમાં જનાર મુસાફરોએ કહ્યું કે, પહેલાં અમે ઘણાં નર્વસ હતા પરંતુ દરેક યાત્રીએ પુરતી સાવચેતી રાખી હતી. ફ્લાઈટમાં થોડા ઓછા લોકો હતા. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને બાદ કરતાં આજ સાંજ સુધીમાં આખા દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ સર્વિસ શરૂ થઈ જશે.કોરોના અને લોકડાઉનના કારણે સરકારે 25 માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઈટ સંપૂર્ણ રીતે બંધ કરી દીધી હતી. ઈન્ટરનેશનલ ફ્લાઈટ 22 માર્ચથી જ બંધ છે. આ દરમિયાન કાર્ગો ફ્લાઈટ્સ અને સ્પેશિયલ ફ્લાઈટનું ઓપરેશન જ ચાલુ રહ્યું હતું.
પેસેન્જર્સ ખુશ દેખાયા, ફ્લાઈટ અટેન્ડેન્ટે કહ્યું- થોડા ચિંતિત હતા
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે યાત્રીઓ ઘણાં ખુશ દેખાયા હતા. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી રહ્યા હતા. દિલ્હી-પુણે પ્લેનની ફ્લાઈટ અટેન્ડેન્ટ અમનદીપ કૌર કહ્યું- અમે પહેલીવાર કામે આવતા હતા એઠલે થોડા ચિંતિત હતા. અમને એરલાઈન્સ તરફથી પહેરવા માટે પીપીઈ કિટ મળશે.
આજે 1050 ફ્લાઈટ્સ ઉડાન ભરશે
- નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ રવિવારે જણાવ્યું કે આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને બાદ કરીને 25 મેથી સમગ્ર દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થઈ જશે. આંધ્રમાં 26 મે અને બંગાળમાં 28 મેથી અમુક ફ્લાઈટ્સને મંજૂરી આપવામાં આવશે. આ પહેલાં મહારાષ્ટ્ર અને તમિલનાડુ પણ ડોમેસ્ટિક ફ્લાઈટને મંજૂરી આપી ચૂક્યા છે. આ એ રાજ્યો છે જે પહેલાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાના પક્ષમાં નહતા. ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સોમવારે 1050 ફ્લાઈટ્સ ઉડાન ભરશે.
- પહેલાં સપ્તાહમાં 8214 વિમાનોનું સંચાલન થશે. તેમાં સૌથી વધારે ઈન્ડિગોની 3632, સ્પાઈસજેટની 1403, ગો એરની 831, એર ઈન્ડિયાની 703, એર એશિયાની 610, વિસ્તારાની 539 અને એલાયન્સ એક 309 ફ્લાઈટ્સ છે.
દરેક રાજ્યોએ યાત્રીઓ માટે ગાઈડલાઈન્સ જાહેર કરી
ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતાં પહેલાં દરેક રાજ્યોએ યાત્રીઓ માટે કડક સ્ટાર્ન્ડડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) નક્કી કરી છે. દરેક યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ થશે. તેમને 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટિનમાં રહેવું પડશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment