દેશભરમાં કોરોના વાઈરસે અત્યાર સુધી 1,38, 536 લોકોને તેના સંકજામાં લીધા છે. અને તેનાથી 4,024 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દેશભરમાં અત્યાર સુધી 57,691 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહીં 50,231 લોકો સંક્રમિત અને 1,635 લોકોના મોત થયા છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 16,277 લોકો સંક્રમિત થયા છે અને 112 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 14,063 દર્દીઓ સાથે ગુજરાત ત્રીજા નંબરે છે.
રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1635 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હતા. માત્ર મુંબઈમાં કોરોના દર્દીઓમાંથી 988 લોકોના મોત થયા છે. તમિલનાડું દેશું આઠમું રાજ્ય બન્યું છે જ્યાં 100થી વધુ લોકોના મોત થયા છે.
સંક્રમણથી ક્યાં કેટલા મોત?
| રાજ્ય | મોત |
| મહારાષ્ટ્ર | 1635 |
| ગુજરાત | 858 |
| મધ્યપ્રદેશ | 290 |
| પશ્વિમ બંગાળ | 272 |
| રાજસ્થાન | 163 |
| દિલ્હી | 261 |
| ઉત્તરપ્રદેશ | 161 |
| તેલંગાણા | 53 |
| કર્ણાટક | 42 |
| પંજાબ | 40 |
| જમ્મુ-કાશ્મીર | 21 |
| હરિયાણા | 16 |
| બિહાર | 11 |
| ઝારખંડ | 04 |
| હિમાચલ પ્રદેશ | 04 |
| ચંદીગઢ | 04 |
| કેરળ | 06 |
| આસામ | 04 |
| ઉત્તરાખંડ | 03 |
| મેઘાલય | 04 |
| ઓરિસ્સા | 07 |
| કુલ | 4024 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment