1,18,235 કેસ, મૃત્યુઆંક-3,585: અત્યાર સુધી 48,553 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 41 હજારને પાર - News

Breaking

Artikel Terbaru

Thursday, May 21, 2020

1,18,235 કેસ, મૃત્યુઆંક-3,585: અત્યાર સુધી 48,553 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 41 હજારને પાર

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,18,235એ પહોંચ્યો છે અને સાથે કોરોનાથી 3,585 લોકોના મોત થયા છે આ ઉપરાંત દેશભરમાં 48,553 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 41,642 દર્દી મહારાષ્ટ્રમાં છે અહીંયા કોરોનાના કારણે 1,454 લોકોના મોત થયા છે. તમિલનાડુ 13,967 સંક્રમિતો સાથે બીજા નંબરે છે.

અપડેટ્સ

  • પંજાબમાં મલેશિયાના કુઆલાલમ્પુરથી ભારતીયોને લઈને અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું વિમાન
  • પશ્વિમ દિલ્હીમાં પોલીસ કંટ્રોલ રૂમના 7 કર્મચારી પોઝિટિવ મળ્યા ત્યારબાદ કંટ્રોલ રૂમને પાંચ દિવસ માટે બંધ કરી દેવાયો હતો.
  • લોકડાઉન-4માં અનેક રાજ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કેન્દ્રની ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. આ માટે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમા તેમણે લોકડાઉનના નિયમોનું કડક રીતે પાલન કરવા આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે નાઈટ કર્ફ્યુ ગાઈડલાઈનનો મહત્વનો ભાગ છે. સાંજે સાંત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી દરેક પ્રકારની બિન-આવશ્યક પ્રવૃત્તિઓને અટકાવવા માટે સ્થાનિક પ્રશાસનને આવશ્યક પગલાં ભરવા કહ્યું છે.
  • દિલ્હીમાં સીઆરપીએફના 9 જવાન કોરોના સંક્રિમત મળ્યા છે. કોરોનાથી એક સબ ઈન્સપેક્ટરનું મોત થયું છે. આ દળમાં 335 જવાન પોઝિટિવ મળ્યા છે. હાલ 121ની સારવાર ચાલી રહી છે. રાહતની વાત તો એ છે કે છેલ્લા 24 કલાકમાં ITBP અને BSFમાં કોઈ નવો કેસ સામે આવ્યો નથી. બીએસેફના 274 જવાન સાજા થયા છે, હાલ 87 હોસ્પિટલમાં દાખલ છે.

પાંચ દિવસમાં સૌથી વધારે કેસ

તારીખ કેસ
19 મે 6154
21 મે 6025
20 મે 5547
17 મે 5049
16 મે 4794
રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 41642 11726 1454
તમિલનાડુ 13967 6282 95
ગુજરાત 12910 5488 773
દિલ્હી 11659 5567 194
રાજસ્થાન 6227 3485 151
મધ્યપ્રદેશ 5981 2844 271
ઉત્તરપ્રદેશ 5515 3204 138
પશ્વિમ બંગાળ 3197 1193 259
આંધ્રપ્રદેશ 2605 1705 54
પંજાબ 2028 1819 39
બિહાર 1987 571 09
તેલંગાણા 1699 1036 45
કર્ણાટક 1605 571 41
જમ્મુ કાશ્મીર 1449 684 20
ઓરિસ્સા 1103 393 07
હરિયાણા 1031 688 14
કેરળ 691 510 04
ઝારખંડ 303 136 03
ચંદીગઢ 216 136 03
આસામ 211 55 04
ત્રિપુરા 173 148 00
ઉત્તરાખંડ 146 53 01
છત્તીસગઢ 128 59 00
હિમાચલ પ્રદેશ 152 55 04
ગોવા 52 07 00
લદ્દાખ 44 43 00
આંદામાન- નિકોબાર 33 33 00
મણિપુર 25 02 00
પુડ્ડુચેરી 23 10 00
મેઘાલય 14 12 01
મિઝોરમ 01 01 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
દાદરા નગર હવેલી 01 01 00
અન્ય 140 00 00


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
CoronaVirus In India Live News And Updates Of 22th May


via news-rs24

No comments:

Post a Comment