ઉચ્ચ અધિકારીનો દાવો-રશિયા બાયડન જ્યારે ચીન અને ઈરાન ટ્રમ્પ ચૂંટણી જીતે તેવું ઈચ્છતા નથી - News

Breaking

Artikel Terbaru

Saturday, August 8, 2020

ઉચ્ચ અધિકારીનો દાવો-રશિયા બાયડન જ્યારે ચીન અને ઈરાન ટ્રમ્પ ચૂંટણી જીતે તેવું ઈચ્છતા નથી

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાયડનને જીતવા દેવા માંગતો નથી. તો આ તરફ ચીન- ઈરાનના રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને જીતવા દેવા માંગતા નથી. અમેરિકાના નેશનલ કાઉન્ટર-ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી સેન્ટર(NCSC)ના પ્રમુખ વિલિયમ ઈવાનિનાએ આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, રશિયા બાયડનને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

જેનું કારણ એ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ હતા તે વખતે બાયડને રશિયાના વિરોધી યૂક્રેનનું સમર્થન કર્યું હતું. બિડેન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા હતા. જ્યારે ચીનનું માનવું છે કે ટ્રમ્પ મનમાની કરે છે. આનાથી ચીનને નુકસાન થાય છે. ટ્રમ્પના નિર્ણય ચોંકાવનારા હોય છે. આજ કારણે ચીન અમેરિકામાં મતદાતાઓને પ્રભાવિત કરીને તેની ક્ષમતા વધારી રહ્યો છે.

તો આ તરફ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની ટ્રમ્પને હારતા જોવા માંગે છે. એટલા માટે ઈરાન ટ્રમ્પ વિરુદ્ધ ખોટા સમાચારો ચલાવી રહ્યો છે. ઈરાનનું માનવું છે કે ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બનશે તો તેની પર અમેરિકાનું દબાણ વધી શકે છે.

મને જીતાડવામાં રશિયાને રસ નથીઃ ટ્રમ્પ
ટ્રમ્પે NCSC પ્રમુખના નિવેદન અંગે કહ્યું કે, મને લાગે છે કે રશિયા જે વ્યક્તિને રાષ્ટ્રપતિ પદ પર જોવા માંગે છે, તે ડોનાલ્ડ ટ્રમ્પ હશે.કારણ કે મે જેટલું કડક વર્તન એની સાથે રાખ્યું છે, એવું કોઈએ નહીં કર્યું હોય. ચીન જરૂર ઈચ્છતો હશે કે ચૂંટણીમાં મારી હાર થાય. જો બાયડન ચૂંટણી જીતે તો ચીન આ દેશનો માલિક બની જશે. ચીન જ અમેરિકાને ચલાવવા લાગશે.
- ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેના વિશેષ કરાર હેઠળ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Top Official Claims Russia Biden; China And Iran Do Not Want To See Trump Win The Election


via news-rs24

No comments:

Post a Comment