રાજ્યમાં 1 ઓગસ્ટથી અનલોક-3 અંતરગત રાત્રી કારફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી તેમજ હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. બીજી તરફ અનલોક-3માં આજથી (5 ઓગસ્ટ) થી જીમ અને યોગ સેન્ટરને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન પ્રમાણે આજે રાજ્યના મોટાભાગ જીમ તેમજ યોગ સેન્ટર્સ ખોલી શકાશે. કોરોનાને પગલે 25 માર્ચથી જીમ તેમજ યોગ સેન્ટર બંધ હતા. આ સમય દરમિયાન સંચાલકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.
જે વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નથી ત્યાં જ જીમ-યોગા સેન્ટર ખોલી શકાશે
કેન્દ્ર સરકારે અનલોક-3માં 5 ઓગસ્ટથી દેશભરના જીમ અને યોગ સેન્ટર ખુલવાની મંજૂરી આપી હતી. જેને લઇને સરકારે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇનમાં સ્પષ્ટ કર્યું છે કે, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જીમ કે યોગ સેન્ટર નહીં ખોલવામાં આવે. જ્યારે જે વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર નથી કરવામાં આવ્યો ત્યાં જ ખોલી શકાશે.
65 વર્ષથી વધુ ઉંમર-અન્ય કોઈ બિમારી છે તેઓ માટે જીમ બંધ
નવી ગાઈડલાઈન અનુસાર સ્પાસ, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલ હજુ પણ જ બંધ રહેશે. તેમજ 65 વર્ષથી વધુ ઉંમર કે જે પહેલાથી જ કોઈ અન્ય બિમારીઓથી પીડાઈ રહ્યા છે તેઓને જીમનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. કોરોના મહામારીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25મી માર્ચે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું, જે કારણે જીમ અને યોગા સ્ટેન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે હવે લાંબાગાળા બાદ ફરી જીમ ખુલતા જીમ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
દરેક વ્યક્તિએ માસ્ક પહેરીને જ તમામ એક્સરસાઇઝ કરવી પડશે
જીમ ખુલી તો રહ્યા છે પણ સંચાલકો તેમજ કસરત કરવા આવનારને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. જેવું કે, જીમમાં માસ્ક પહેરવુ ફરજિયાત છે એટલે કે, દરેક વ્યક્તિને માસ્ક પહેરીને જ તમામ એક્સરસાઇઝ કરવી પડશે તેમજ સંચાલકોને પણ ખાસ સૂચના અપાઈ છે કે, જો કોઈ એક વ્યક્તિ કોઇ ઇક્યૂપમેન્ટનો ઉપયોગ કરે ત્યારબાદ તેને તરત જ સેનિટાઇઝ કરવું અને ત્યારબાદ જ અન્ય વ્યક્તિને તેનો ઉપયોગ કરવા આપવાનું રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment