મોદી અયોધ્યા માટે રવાના, 12.30 વાગે ભૂમિપૂજન કરશે, મંચ પર સંઘ પ્રમુખ સહિત 5 લોકો હાજર રહેશે - News

Breaking

Artikel Terbaru

Tuesday, August 4, 2020

મોદી અયોધ્યા માટે રવાના, 12.30 વાગે ભૂમિપૂજન કરશે, મંચ પર સંઘ પ્રમુખ સહિત 5 લોકો હાજર રહેશે

આજે રામ કાજનો દિવસ છે. 492 વર્ષ પહેલાં બાબરના કહેવાથી અયોધ્યામાં વિવાદિત માળખું બનાવવામાં આવ્યું હતું. 1885માં પહેલીવાર કોર્ટમાં આ વાત સ્વીકારવામાં આવી હતી. 2019માં સુપ્રીમ કોર્ટે રામલલ્લાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. તેના 9 મહિના પછી અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજન થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદી દિલ્હીથી અયોધ્યા જવા માટે રવાના થઈ ગયા છે.

બપોરે 12.30 વાગે વડાપ્રધાન મોદી તેનું ખાદ્ય મુહૂર્ત કરશે. નોંધનીય છે કે, મોદીની ભાજપ પાર્ટીએ 10માંથી8 લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો અને સૌથી સારી વાત એ છે કે તેનું સૌથી પહેલું આમંત્રણ ઈકબાલ અંસારીને મોકલવામાં આવ્યું છે, જેઓ બાબરી મસ્જિદના પક્ષકાર રહ્યા હતા.

આઝાદી પછી મોદી એક માત્ર એવા વડાપ્રધાન છે, જેઓ આ પદ પર રહીને રામલલ્લાના દરબારમાં હાજર રહેશે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન તરીકે અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ રામલલ્લાના દર્શન કરી શક્યા નહતા.

અપડેટ્સ

  • મોદી સૌથી પહેલાં હનુમાનગઢી જશે. તેના કારણે આખા મંદિરને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. મંદિરની આજુબાજુ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
  • અયોધ્યા પહોંચેલા બાબા રામદેવે કહ્યું કે, આજે ઐતિહાસીક દિવસ છે. આજનો દિવસ લાંબા સમય સુધી યાદ રહેશે. મને મંદિર નિર્માણ વિશે સંપૂર્ણ વિશ્વાસ છે. દેશમાં રામરાજ્યની સ્થાપના થશે.

સ્ટેજ પર માત્ર 5 લોકો હશે
શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિપૂજન માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેના પર માત્ર પાંચ લોકો હશે. આ પાંચ લોકોમાં વડાપ્રધાન મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ હાજર રહેશે.
તે સિવાય બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારી, સમાજસેવી અને પદ્મશ્રી મોહમ્મદ શરીફ, કોઠારી બંધુની બહેન પૂર્ણિમા કોઠારી ભૂમિપૂજનમાં સામેલ થશે.

શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં આ નિર્માણ કરાશે

175 મહેમાનોમાં 135 સંત, દરેકને શ્રીરામ દરબારનો ચાંદીનો સિક્કો અપાશે
કોરોનાના કારણે ભૂમિપૂજન સમારોહમાં માત્ર 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં દેશના કુલ 36 આધ્યાત્મિક પરંપરાઓના 135 સંત સામેલ છે. બાકી કારસેવકોના પરિવારજનો અને અન્ય લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભૂમિપૂજનમાં સામેલ દરેક મહેમાનને શ્રીરામ દરબારનો ચાંદીનો સિક્કો આપવામાં આવશે. સિક્કો મંદિર ટ્રસ્ટ આપવાની છે.

3 કલાક મોદી અયોધ્યામાં રહેશે
09.35 વાગે: વડાપ્રધાન દિલ્હીથી રવાના થશે
10.35 વાગે: મોદી લખનઉ પહોંચશે
11.30 વાગે: વડાપ્રધાન મોદી હેલિકોપ્ટરથી અયોધ્યા પહોંચશે
11.40 વાગે: મોદી અને યોગી હનુમાન ગઢી જશે, ત્યારપછી રામ જન્મભૂમિ પરિસરમાં જશે
12.00 વાગે: મોદી રામજન્મભૂમિ પરિસરમાં પહોંચશે
12.15 વાગે: વડાપ્રધાન પારિજાતનો છોડ લગાવશે
12.30 વાગે: પૂજા કાર્યક્રમ શરૂ થશે, આ દરમિયાન શિલા પૂજા, ભૂમિ પૂજા અને કૂર્મ શિલા પૂજા કરાશે
12.44થી 12.45 વાગે: 32 સેકન્ડના અભિજીત મુહૂર્તમાં પૂજા કરાશે. માન્યતા છે કે, આ જ મુહૂર્તમાં ભગવાન રામનો જન્મ થયો હતો. મોદી આ દરમિયાન 40 કિલો ચાંદીની ઈંટ પાયા સ્વરૂપે મુકશે.

હનુમાનગઢી દરબાર, સૌથી પહેલાં PM મોદી અહીં પૂજા કરશે


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મોદી અયોધ્યા જવા દિલ્હી એરપોર્ટથી રવાના
Narendra Modi; Ayodhya Ram Mandir Bhoomi Pujan Live Update, Yogi Adityanath Mohan Bhagwat


via news-rs24

No comments:

Post a Comment