બારામુલા LOC ઉપર પાકિસ્તાન સેનાનો ગોળીબાર, 2 બાળકો, 1 મહિલા સહિત 5 ઘવાયા - News

Breaking

Artikel Terbaru

Sunday, June 21, 2020

બારામુલા LOC ઉપર પાકિસ્તાન સેનાનો ગોળીબાર, 2 બાળકો, 1 મહિલા સહિત 5 ઘવાયા

કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એલઓસી નજીક પાકિસ્તાની સેનાએ રવિવારે સતત બીજા દિવસે સીઝફાયરનો ભંગ કર્યો હતો અને ભારે ગોળીબાર કર્યો હતો. તેમાં બે બાળકો અને એક મહિલા સહિત 5 લોકો ઘવાયા હતા. જ્યારે પૂંછ જિલ્લાના બાલાકોટમાં પણ સવારે એલઓસી નજીક નાના હથિયારો અને મોર્ટારથી ગોળાબારી કરવામાં આવી હતી. જોકે અહીં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્તના સમાચાર નથી.

ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે શનિવારે ઉરી અને રામપુર સેક્ટરના હાજીપુર વિસ્તારમાં એલઓસી પર સેનાની ટોચની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં પાકિસ્તાની સેનાએ ઓટોમેટિક હથિયારો અને મોર્ટાર વડે ગોળાબારી કરી હતી. તેનાથી રામપુર સેક્ટરના નંબલા ગામમાં 5 નાગરિક ઘવાયા હતા. તેમને ઉરીની હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. ભારતીય સેનાએ વળતો જવાબ આપતાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પર તોપમારો કરી હતી. ગત 13 દિવસમાં પાક. સેનાએ 11 વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સરહદ પર તૈનાત ભારતીય જવાનોની ફાઇલ તસવીર.


via news-rs24

No comments:

Post a Comment