સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં તબીબોની ગંભીર બેદરકારીનો વીડિયો વાઈરલ થયો છે. ICUમાં સારવાર લઈ રહેલા દર્દીની ભલામણ કરવામાં આવે છે. જે ભલામણનો વિરોધ કરતાં હોય તેમ બે તબીબોની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક તબીબ હિન્દીમાં કહી રહ્યા છે કે, એમને કહી દો દર્દી મરવાનો છે. બાદમાં દર્દીનું મોત નીપજ્યું છે. જેથી તબીબોની લાપરવાહીના કારણે મોત થયું હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યાં છે.
દર્દીના મોતથી સવાલો ઉઠ્યા
સિવિલ હોસ્પિટલના કોવિડ-19માં પહેલા માળે આવેલા બીજા આઈસીયુમાં એક વયોવૃધ્ધને દાખલ કરવામાં આવ્યાં હોય છે. શરૂઆતમાં તેની તબીયત સાધારણ હોય છે પરંતુ ધીમે ધીમે તેની તબીયત લથડતા તેને ICUમાં દાખલ કરવામાં આવે છે. બાદમાં દર્દી અંગે ભલામણ કરવામાં આવે છે.આ ભલામણ બાદ બે તબીબો વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. તબીબોના ચહેરા ન દેખાય તે રીતે આવેલા વીડિયોમાં એક તબીબ કહે છે કે, નાયક સાહેબ કા ફોન હૈ દેખને કે લીયે કહા હૈ..સામેથી બીજા તબીબ કહે છે બોલ દે વો રમને વાલા હૈ વો જાને વાલા હૈ..દેખતે હી પતા ચલ જાયેલા બોલ ક્યા ઉસ કો આ પ્રકારની વાતો થતી વીડિયોમાં સામે આવી છે. જેથી ભલામણ થયેલા દર્દીને સારવાર ન અપાતી હોવાના પણ પ્રશ્નો ઉભા થયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment