ધોલેરા તાલુકાના સાંગાસર ગામે રહેતા ખેડૂત પાસેથી લૂંટ કરવા કોલગર્લ આવી હોવાના બહાને બોલાવી લૂંટ કરી હત્યા કરનાર સાળા- બનેવીની અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ધરપકડ કરી છે. ખેડૂતે જમીન વેચતા પૈસા આવ્યા હતા અને આરોપીઓને જાણ થતાં લૂંટ કરવા કાવતરું ઘડ્યું હતું. પોલીસે હાલ બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.
ખેડૂતના માથામાં સળિયો મારી હત્યા કરી નાખી હતી
સાંગાસર ગામે રહેતા ભીમભાઈ ઠેભાણી (ઉ.વ.55)ના મોબાઈલ પર 19 જૂને ફોન આવતા બાઇક લઈ તેઓ ઘરેથી નીકળ્યા હતા મોડી રાતે પરત ન આવતા આસપાસના ગામ અને ભાવનગર તપાસ કરી હતી. 22 જૂનના રોજ હેબતપુર જુપાલી નામની સીમમાંથી તેમની લાશ મળી આવી હતી. ધોલેરા પોલીસ અમે અમદાવાદ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી મોબાઈલ ફોન પર આવેલા ફોન નંબર અને બાતમીના આધારે ભરત વેગડ (રહે..હેબતપુર, ધોલેરા) અને રાજેશ સોલંકી (રહે. રોહિકા, બાવળા)ની ધરપકડ કરી છે. બંને આરોપી ભરત મૃતકને ઓળખતો હતો. મૃતકે થોડા સમય પહેલા જમીન વેંચતા 55 લાખ રૂપિયા આવ્યા હતા. જુગાર રમવાનો શોખીન અને રૂપિયા જોડે રાખતો હોવાથી તેની પાસેથી પૈસા મેળવવા લૂંટ કરવાનું બંને સાળા-બનેવીએ નક્કી કર્યું હતું. કોલગર્લ બોલાવે છે કહી અને ફોન કરી મૃતકને બોલાવ્યા હતા અને બાદમાં માથામાં સળિયો મારી હત્યા કરી નાખી હતી. મૃતક પાસે વધુ રૂપિયા હોય છે જોકે ત્યારે માત્ર 4500 રૂપિયા જ મળ્યા હતા. લાશને બાઇક સાથે બાંધી અને બાવળની ઝાડીઓમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment