એક એવા પિતા... જેણે ઘરવખરી, દાગીના અને પાલતું પશુ સુદ્ધાં વેચી બાળકોને ડોક્ટર અને એન્જિનિયર બનાવ્યા - News

Breaking

Artikel Terbaru

Saturday, June 20, 2020

એક એવા પિતા... જેણે ઘરવખરી, દાગીના અને પાલતું પશુ સુદ્ધાં વેચી બાળકોને ડોક્ટર અને એન્જિનિયર બનાવ્યા

દરેક બાળકના જીવનમાં તેમના માતા પિતાનુ ખાસ મહત્વ હોય છે. એટલે જ વિશ્વભરમા માતા અને પિતાની મહાનતાને ધ્યાનમાં રાખી મધર્સ અને ફાધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અહીં વાત છે મહુવા તાલુકાના ડુંગરી ગામે રહેતા રાજેશભાઈ ભીખુભાઈ ચૌધરી આર્થિક સ્થિતિ સારી ન હોવાને લઈ ફકત પાંચ ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. અને ખેત મજૂરી અને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો.

આ પરિશ્રમના પ્રતાપે તમની દીકરી ખ્યાતી આજે તબીબ અને દીકરો રિતેશ આજે એન્જિનિયર બની શક્યો

પોતાના બંને બાળકોને ઉચ્ચ અભ્યાસ અપાવવાની તેમણે મનમાં ગાંઠ બાંધી અથાગ પરિશ્રમ કરતા હતા. રાજેશભાઈ ચૌધરી અને તેમના પરિવારને બે સમયનુ પુરતુ ખાવાનુ મળતુ ન હતુ.એવા કપરા સમયમાં પણ તેમણે બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનુ ચાલુ જ રાખ્યુ હતુ. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં લીધા બાદ પોતાની દીકરીને વધુ અભ્યાસ માટે ગામથી 8 કિમિ દૂર આવેલ વાંસકુઈ શાળામાં એડમિશન લીધુ હતુ.અને સ્થિતિ સારી ન હોવાથી સેકન્ડમા જૂની સાયકલ લઈ ઠંડી અને વરસાદમા પણ 8 કિમિ સાયકલ ચલાવી શાળાએ મુકવા જતા હતા.બાળકોના શિક્ષણમા કોઈ કચાસ ન રહી જાય તે માટે ઘરની સામગ્રી, લગ્નમા મળેલ સોના ચાંદીની વસ્તુ ઉપરાંત પાલતુ ગાય વેંહચી અને મિત્રો પાસે ઓછીના રૂપિયા લઈ બાળકોની ફી ભરતા હતા. તેમના આ પરિશ્રમના પ્રતાપે તમની દીકરી ખ્યાતી આજે તબીબ અને દીકરો રિતેશ આજે એન્જિનિયર બની શક્યો છે.

મિત્રનો ઘણો સહારો મળ્યો

મેં કદી વિચાર્યું ન હતુ કે મારા બાળકોને ડોક્ટર અને એન્જિનિયર બનાવી પરંતુ મારા ગામના મિત્ર બિપિનભાઈ ચૌધરીની મદદ અને હિંમત થી જ હું બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શક્યો છે. આજે દીકરી ડોક્ટર અને દીકરો એન્જિનિયર બનતા ખૂબ ગર્વ અનુભવુ છુ -રાજેશભાઈ ભીખુભાઈ ચૌધરી

હું આજે જે પણ છું તે ફક્ત અને ફક્ત મારા પિતાના પ્રતાપે છું

હું આજે ડોક્ટર બની છે તે ફક્ત ને ફકત મારા પિતા અને પિતાના મિત્ર બિપિનભાઈની મદદ થી જ બની શકી છું.ગરીબી વચ્ચે મારા પિતાએ અભ્યાસને લાગતી કોઈ બાબતમા અમને ના પાડી નથી.મારા પિતા માટે જેટલું કહુ એટલું ઓછુ છે.- ડો.ખ્યાતિ, રાજેશભાઈની પુત્રી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બંને બાળકોને ભણાવી ડોક્ટર અને એન્જિનિયર બનાવનાર પિતા.


via news-rs24

No comments:

Post a Comment