3 વર્ષની દીકરીને દિલ્હીમાં ડોલ્સ મ્યુઝિયમ ન બતાવી શક્યા તો પપ્પાએ રાજકોટમાં 3 વર્ષમાં 108 દેશની 800 બ્યુટીફુલ ડોલ્સ સાથેનું ઇન્ટરનેશનલ મ્યુઝિયમ બનાવ્યું - News

Breaking

Artikel Terbaru

Saturday, June 20, 2020

3 વર્ષની દીકરીને દિલ્હીમાં ડોલ્સ મ્યુઝિયમ ન બતાવી શક્યા તો પપ્પાએ રાજકોટમાં 3 વર્ષમાં 108 દેશની 800 બ્યુટીફુલ ડોલ્સ સાથેનું ઇન્ટરનેશનલ મ્યુઝિયમ બનાવ્યું

મા-બાપ બાળકની દરેક ઈચ્છા પૂરી કરે છે પણ કેટલીક ઈચ્છા પૂરી કરવી માતા-પિતા માટે અસંભવ બની જાય છે, પરંતુ આજે ફાધર્સ ડે નિમિત્તે એવા પિતાની વાત કરવી છે જેણે પોતાની દીકરીની એક ઈચ્છા માટે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડોલ્સ મ્યુઝિયમ બનાવી દીધું. દીપકભાઈ અગ્રવાલ પરિવાર સાથે વર્ષો પહેલા ચારધામની જાત્રાએ ગયા હતા. એ સમયે તેમણે ૩ વર્ષની દીકરીને કહેલું કે તને દિલ્હીનું ડોલ્સ મ્યુઝિયમ જોવા લઇ જઈશ. દીકરી ખુશ થઇ ગઈ, બધે ફરીને દિલ્હી પહોંચ્યા ત્યાં સોમવાર હોવાને કારણે મ્યુઝિયમ બંધ હતું, દીકરી નારાજ થઇ, પપ્પાને કહ્યું તમે ખોટું બોલ્યા આ મ્યુઝિયમ તો બંધ છે ત્યારે દીપકભાઈએ કહેલું કે આપણે રાજકોટમાં ઢીંગલીઓનું મ્યુઝિયમ બનાવીશું.

પિતાએ ઢીંગલી માટે 1 લાખ મેઇલ કર્યાં
ત્યારે તે વાત પૂરી થયા બાદ ચારેક મહિના પછી દીકરીએ યાદ કરાવ્યું કે મારું ઢીંગલીઓનું મ્યુઝિયમ ક્યા? ત્યારબાદ દીપકભાઈએ રોટરી સંસ્થામાં ઢીંગલીઓનું મ્યુઝિયમ બનાવવાની વાત કરી, લોકોએ કહ્યું આ તો અસંભવ છે. દીપકભાઈ કહે છે કે એ સમયે મે દુનિયાની12 જુદી જુદી રોટરી સંસ્થાઓમાં ઈ-મેલ કર્યો, જેમાંથી એક સંસ્થાનો રિપ્લે આવ્યો અને તેણે ઢીંગલીઓ પણ મોકલી. ઉત્સાહ વધ્યો એટલે વધુને વધુ દેશોને લગભગ 1 લાખ વ્યક્તિગત ઈ-મેલ કર્યા. ઢીંગલીઓ આવવાની શરૂ થઇ પરંતુ ક્યા રાખવી એ પ્રશ્ન હતો. ત્યારે અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટે 9 હજાર સ્ક્વેરફીટ જગ્યા આપી અને 2004માં ડોલ્સ મ્યુઝિયમની સ્થાપના થઇ. આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે દુનિયાનું પહેલું મ્યુઝિયમ છે કે જે કોઈ રાજા, નિઝામ કે સરકારે નહીં પણ એક પિતાએ તેની દીકરી માટે બનાવ્યું છે. અહીં 108 દેશની 800થી વધુ બ્યુટીફુલ ઢીંગલીઓ છે. દીપકભાઈ અને તેમના પત્ની મીનાક્ષીબેન કહે છે ડોલ્સ મ્યુઝિયમ અમારું ત્રીજું બાળક છે.

દરેક દેશની ઢીંગલીઓ તે દેશની ભૌગોલિક, સંસ્કૃતિક, પહેરવેશનો પરિચય કરાવે છે

  • દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના બે પૈકીનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય ડોલ્સ મ્યુઝિયમ રાજકોટમાં છે. ઢીંગલીની આંખો સાચી લાગે, સુંદરતા એવી કે લાગે હમણાં બોલી ઉઠશે.
  • શો કેસમાં ઢીંગલીઓ રાખી છે તે દરેકની સાઈઝ અને શેઈપ અલગ છે.
  • શો કેસ સાથે જે-તે દેશની ઢીંગલીઓ વિષેની માહિતી પણ દર્શાવી છે.
  • જુદા જુદા મૂળ દર્શાવતી ડોલ્સ અહીં છે, કોઈ ગામડાંની કન્યા છે તો કોઈ શહેરી મોડર્ન ગર્લ છે.
  • દેશ-વિદેશની ઢીંગલીઓ અહીં છે, એકપણ ઢીંગલી રિપીટ નથી થતી.
  • કોઈ ઢીંગલી ઇંગ્લેન્ડથી શિપમાં આવી છે તો કોઈ બ્રિટનથી ખાસ હેલિકોપ્ટરમાં આવી છે.
  • ડોલ્સ મ્યુઝિયમનો મહિને મેન્ટેનન્સનો ખર્ચ 1 લાખ રૂપિયા થાય છે.
  • વર્ષમાં એક વખત બધી ઢીંગલીના કપડાં સારી રીતે ધોવામાં આવે છે.

રાજવી પરિવારની ઢીંગલી વાજતેગાજતે લવાઈ હતી
ડોલ્સ મ્યુઝિયમમાં એક ઢીંગલી રોયલ ડોલ છે. જે રાજકોટના રાજવી પરિવારના રાણીસાહેબ કાદમ્બરીદેવીના શૈશવની ઢીંગલી છે. રાણીસાહેબને તેમની માતાએ બાળપણમાં આ ઢીંગલી ભેટમાં આપી હતી. આ ઢીંગલી ભવ્ય ફુલેકું, તલવાર રાસ સાથે રણજિતવિલાસ પેલેસની આભા અને ગરિમા સમી આ ઢીંગલી ડોલ્સ મ્યુઝિયમમાં પધારી છે. આ પ્રસંગે પારંપરિક ઢબે ઢીંગલીનું સામૈયું કરાયું હતું. રાસ-ગરબાની રમઝટ બોળી હતી. હજારો લોકો જોડાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજકોટના રાજવી પરિવારના રાણીસાહેબ કાદમ્બરીદેવીના શૈશવની ઢીંગલી પણ અહીં છે.


via news-rs24

No comments:

Post a Comment