કોરોના સંકટને કારણે સ્કૂલ/કોલેજ અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બંધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્કૂલો ખોલવાની જુદી-જુદી તારીખો કહી રહી છે. પેરેન્ટ્સની ઇચ્છા શું છે? તેઓ ક્યારથી બાળકોને શાળાએ મોકલવા માગે છે? જો શાળાઓ ખૂલે તો પણ બાળક કેવી રીતે જશે?
દરેક ઘર સાથે જોડાયેલા આ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર દિવ્ય ભાસ્કર આજથી દેશભરમાં સર્વે શરૂ કરી રહ્યું છે. પેરેન્ટ્સના શું વિચાર છે, તેમનો શું અભિપ્રાય છે, શું તેઓ બાળકોની સ્કૂલ વિશેનો નિર્ણય સરકાર પર છોડી દેવા માગે છે કે પછી જાતે જ કોઈ નિર્ણય લેવા માગે છે?
આખરે સ્કૂલો ક્યારે ખૂલશે? કેવી રીતે ખૂલશે? આ પ્રકારના સવાલો તમારા મનમાં પણ હશે.
આ ગંભીર વિષય સાથે જોડાયેલા સવાલોને દિવ્ય ભાસ્કર તેના સર્વે દ્વારા તમારી વચ્ચે લઇને આવી રહ્યું છે.
સર્વે આજથી 28 જૂન સુધી ચાલશે. વાચકો તરફથી મળેલા સર્વેનાં પરિણામોને જુલાઈના પહેલા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.
આ 4 સરળ રીતે તમે આ સર્વેમાં ભાગ લઇને તમારો અભિપ્રાય અમને મોકલી શકો છો
1. 1800-2124-777 ટોલ ફ્રી નંબર પર મિસ્ડ કોલ કરો. તમને મેસેજ દ્વારા સર્વે ફોર્મની લિંક મળશે. તેના પર ક્લિક કરતાં જ ફોર્મ ખૂલશે. તેને ભરીને સબમિટ કરી દો.
2.દિવ્ય ભાસ્કર એપ અથવા www.divyabhaskar.com પર જઇને પણ તમે સર્વે ફોર્મ ભરી શકો છો.
3. દિવ્ય ભાસ્કરના ફેસબુક પેજ પર જઇને પણ તમે આ સર્વેમાં ભાગ લઈ શકો છો.
4. સવાલો સાથે આપવામાં આવેલો QR કોડ સ્કેન કરીને સર્વે લિંક દ્વારા પણ તમા તમારો અભિપ્રાય અમને મોકલી શકો છો.
| સર્વે ફોર્મ ભરવા માટે આ લિંક પર ક્લિક કરો Link |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment