સંતાનનાં સ્વપ્ન માટે જીવતા ઝનૂની પિતાનું જીવતું-જાગતું ઉદાહરણ છે સત્યનારાયણ. 2006માં 17 વર્ષની પુત્રી વોલ્ગો અકસ્માતમાં મૃત્યુ પામી, પછી 2010માં 24 વર્ષનો પુત્ર લેનિન પણ. જે દુર્ઘટનામાં પુત્રનું મૃત્યુ થયું, તેમાં સત્યનારાયણની આંખોની રોશની પણ જતી રહી. બધાએ વિચાર્યું કે, ઓલિમ્પિક ગોલ્ડના સ્વપ્ન માટે જીવનારા પિતાની સ્ટોરી અહીં સમાપ્ત થઈ, પરંતુ એવું ના થયું. ફાધર્સ ડે પર વાંચો તેમના જ શબ્દોમાં તેમની કહાની.
પિતા કહે છે, અંડર-9માં નેશનલ ચેમ્પિયન પુત્રી ઓલિમ્પિક ગોલ્ડ લાવશે
સત્યનારાયણએ કહ્યું કે, તમે આને ગાંડપણ કહો કે ઝનૂન, 24 વર્ષનો પુત્ર અને 17 વર્ષની પુત્રીને ગુમાવ્યા પછી પણ હું હાર્યો નથી. મારાં બંને બાળક તિરંદાજીમાં ચેમ્પિયન હતાં, પરંતુ પહેલા દીકરી વોલ્ગાએ અને પછી પુત્ર લેનિને સાથ છોડી દીધો. બે ઓક્ટોબર, 2010ની એ રાત હું ભૂલી નહીં શકું. કોમનવેલ્થમાં દેશનો પ્રથમ સિલ્વર મેડલ જીતીને અમે અમારા ઘર વિજયવાડા પાછા ફરતા હતા. ત્યારે અકસ્માત થયો અને લેનિને અમારો સાથ છોડી દીધો. મારી આંખોની રોશની જતી રહી. લેનિનના મૃત્યુના 10મા દિવસે જ મેં તેની પત્નીના બીજા લગ્નની જાહેરાત કરી દીધી હતી. અમે પતિ-પત્ની ડિપ્રેશનમાં હતાં. એક દિવસ પત્નીએ સરોગસી અંગે વાંચ્યું અને માતા બનવાની ઈચ્છા જાહેર કરી. હું ચોંકી ગયો. મેં કહ્યું, 50ની વયે બાળક કરવું ગાંડપણ છે. લોકો શું કહેશે. તેણે કહ્યું, મને ચિંતા નથી અને આપણે એકેડેમી ચલાવવાના લેનિનનાં સ્વપ્નને અધૂરું નહીં મૂકીએ.
સત્યનારાયણે જણાવ્યું કે, અમે પહેલાં પોલેન્ડમાં અને પછી વિજયવાડામાં ડોક્ટરની સલાહ લીધી અને સરોગસી પ્રોસેસ શરૂ કરી. શિવાની ગર્ભમાં હતી ત્યારે તિરંદાજીનો ઓડિયો સંભળાવતા હતા. 2 એપ્રિલ, 2012ના રોજ ઘરમાં શિવાનીનો જન્મ થયો. તે 10 મહિનાની હતી ત્યારે જ તેણે તીર પકડી લીધું હતું. અમે સરોગસીથી માતા-પિતા બનીને દેશ માટે તિરંદાજીમાં ગોલ્ડ લાવનાર ચેમ્પિયન બનાવવાનો ઈરાદો કર્યો. હું હવે શિવાનીને તૈયાર કરી રહ્યો છું. જોકે, હું જોઈ શકતો નથી, પરંતુ શિવાનીની આંખ અર્જુનની જેમ નિશાન પર છે. 8 વર્ષની શિવાની અંડર-9માં નેશનલ ચેમ્પિયન છે અને ઓલિમ્પિકમાં ગોલ્ડનું મારું સ્વપ્ન જરૂર પૂરું કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment