મોદીએ કહ્યું- કોરોના શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે, પ્રાણાયામ ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદરૂપ - News

Breaking

Artikel Terbaru

Saturday, June 20, 2020

મોદીએ કહ્યું- કોરોના શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે, પ્રાણાયામ ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદરૂપ

આજે છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પ્રકારે એકતાનો દિવસ છે. તે વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ છે. કોરોનાના આ સંકટમાં વચ્ચેવિશ્વભરના લોકોમાં તેનો ઉત્સાહ છે.કોરોના શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે, પ્રાણાયામ ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદરૂપ છે.

PMએ વધુમાં જણાવ્યું કે આજે આપણે સામાજિક કાર્યક્રમોથી દૂર રહીને ઘરે પરીવારના લોકો સાથે યોગ કરી રહ્યા છીએ. જ્યારે પરીવારમાં દરેક લોકો ભેગા થાય છે ત્યારે ઉર્જાનો સંયોગ થાય છે. તે ફેમિલી બોન્ડિંગને વધારવાનો દિવસ છે.કોરોના મહામારીના કારણે વિશ્વ યોગની જરૂરીયાતને પહેલાથી વધારે છે.

યોગ દિવસની શરૂઆત 21 જૂન 2015માં થઈ હતી. આ વર્ષેની યોગ દિવસની થીમ 'યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી' (ઘરે યોગ, પરિવાર સાથે યોગ) છે. આયુષ મંત્રાલયે લેહમાં મોટો કાર્યક્રમ કરવાની યોજના બનાવી હતી, પરંતુ મહામારીના કારણે તેને રદ્દ કરી દેવાઈ.

મોદીએ કહ્યું- યોગથી આપણને આત્મવિશ્વાસ મળે છે

  • પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના આપણા શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે. પ્રાણાયામથી આ તંત્રને મજબૂત કરવાની સૌથી વધારે મદદ મળે છે. પ્રાણાયામના અનેક પ્રકાર છે. જો તમે પ્રાણાયામના જાણકારને મળશો તો તે જણાવશે કે કેટલા પ્રકાર છે. અનુલોમ-વિલોમ, ભ્રામરી વગેરે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ મળે છે.
  • તમે પ્રાણાયામને તમારા રૂટિનમાં જરૂર સામેલ કરજો. અનુલોમ-વિલોમ સાથે બીજી પદ્ધતિઓને પણ શીખવાની કોશિશ કરજો. યોગની મદદથી લોકોને કોરોના બીમારીને હરાવવામાં મદદ મળી રહી છે. યોગથી આપણને તણાવ દૂર કરી શકીએ તે આત્મવિશ્વાસ પણ મળે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
PM Modi said- International Yoga Day is a day of unity, yoga enhances our immunity


via news-rs24

No comments:

Post a Comment