પૂર્વ સેના પ્રમુખ જનરલ વેદપ્રકાશ મલિકના જણાવ્યા અનુસાર વડાપ્રધાનના નિવેદન અંગે વિવાદ જરૂર સર્જાયો છે પણ પીએમઓએ સ્પષ્ટતા કરી દીધી છે. જ્યારે સરકાર સ્પષ્ટતા કરી ચૂકી છે તો વાત પૂરી થઈ તે માની લેવું જોઇએ. તેમાં આગળ કંઈ કહેવાની ગુંજાઈશ રહેતી નથી પણ એક વાત આપણે માનીને ચાલવું પડશે કે મુદ્દો હજુ સમાપ્ત થયો નથી. સૈન્ય અને કૂટનીતિક સ્તરે વાતચીત ચાલી રહી છે, જે લાંબી ચાલશે. મામલો જલદી ઉકેલાતો દેખાતો નથી. આપણે સંપૂર્ણપણે સાવચેત રહેવું પડશે. ચીનની કથની અને કરણીમાં મોટો ફેર છે. ગ્રાઉન્ડ પર જે થઈ રહ્યું છે, બસ એટલું જ સત્ય માનવું. ચીનના કહેવા પર ન જશો. તેની વાતોમાં જરાય સત્ય નથી.
તેમણે કહ્યું કે, ગલવાનમાં 15 જૂનની ઘટના બાદ તો બાકીનો વિશ્વાસ પણ જતો રહ્યો. મારા અભિપ્રાય અનુસાર બંને દેશો વચ્ચે ઘણું બધું દાવ પર છે. ફક્ત અર્થતંત્ર કે રોકાણ જ નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બંને દેશોનું આટલું બધું દાવ પર છે કે મામલો યુદ્ધ સુધી પહોંચવાના અણસાર નથી. ક્યાંક ચીનની સેના મર્યાદિત યુદ્ધ છંછેડવાના મૂડમાં તો નથી. તેને જોતા આપણે પણ મર્યાદિત યુદ્ધની તૈયારી રાખવી પડશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment